ભ્રષ્ટાચારના આરોપો અંગે કેજરીવાલે પહેલીવાર આપી સફાઇ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના સહયોગી કપિલ મિશ્રાના આરોપોનો જવાબ આપ્યો છે. આ અંગે પોતાની સફાઇ આપતાં તેમણે કહ્યું કે, કપિલ મિશ્રાના આરોપો બિલકુલ નિરાધાર છે, એમાં કોઇ દમ નથી. જો એમના આરોપોમાં થોડું પણ સત્ય હોત, તો અત્યાર સુધીમાં અમે સૌ જેલમાં હોત.

arvind kejriwal

છેલ્લા કેટલાયે સમયથી કેજરીવાલ આ આરોપો અંગે ચુપ હતા, તેમણે પહેલીવાર આ મામલે પોતાની સફાઇ આપી છે. કપિલ મિશ્રાએ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ખૂબ ગંભીર આરોપો મુક્યા છે. કપિલ અનુસાર દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની(કપિલ) સામે જ 2 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આ આરોપો અંગે કપિલ મિશ્રા ધરણાં પણ કરી ચૂક્યાં છે.

અરવિંદ કેજરીવાલે દિલ્હીના પંજાબી બાગમાં કહ્યું કે, મારા વિરોધીઓ પણ કપિલના આરોપો પર વિશ્વાસ નથી કરી રહ્યાં. દિલ્હીના પંજાબી બાગમાં આમ આદમી પાર્ટીના દિલ્હી યુનિટે 'મેરા બૂથ સબસે મજબૂત' નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ સહિત પાર્ટીના મોટા નેતાઓ હાજર રહ્યાં હતા. એમસીડી ચૂંટણીમાં મળેલ હાર પર અહીં ચર્ચા કરવામાં આવી હતી તથા પાર્ટીના ભવિષ્યની યોજનાની બ્લુપ્રિંટ તૈયાર કરવામાં આવી હતી.

આ બેઠકમાં કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી રોજ સવારે 10 વાગ્યે જનતાને મળશે, વિના એપોઇન્ટમેન્ટ. મહિનાના પહેલા રવિવારે સાંજે 7 વાગ્યે દરેક વિધાનસભામાં લોકો ઘરેથી ખાવાનું લાવી સાથે બેસશે અને કેજરીવાલ ગૂગલ હેંગઆઉટ થકી 8 વાગે તેમની સાથે વાત કરશે.

English summary
Delhi CM Arvind Kejriwal has given clarification on corruption allegations for the first time.
Please Wait while comments are loading...