For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય એરફોર્સે 1971 યુદ્ધ પછી બોર્ડર પાર કર્યું

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા. લોકોમાં ગુસ્સો હતો અને તેઓ વારંવાર સરકાર સામે બદલો લેવાની માંગ કરી રહ્યા હતા. હવે આખરે મંગળવારે ભારતે બદલો લઇ લીધો છે. ખબર આવી રહી છે કે મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા અને તેમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. સૌથી રસપ્રદ બાબત છે કે ભારતીય વાયુ સેનાએ ખેબર-પુખૂનખવામાં જઈને આ ઘટનાએ અંઝામ આપ્યો.

Indian air force

ભારતીય એરફોર્સ એક્શન રણનીતિ રૂપે અગત્યનું છે

ભારતીય એરફોર્સ એક્શન રણનીતિ રૂપે અગત્યનું છે કારણકે ભારતીય એરફોર્સે 1971 યુદ્ધ પછી બોર્ડર પાર કર્યું છે. કારગિલ યુદ્ધ સમયે મિરાજ પીઓકે સુધી ગયું હતું. તે સમયે પ્રધાનમંત્રી રહેલા અટલ બિહારી વાજપેયી દ્વારા એરફોર્સને પાકિસ્તાનમાં દાખલ થવાથી રોકી દેવામાં આવ્યું હતું. વિદેશ સચિવ વિજય ગોયલે મીડિયાને આખી ઘટનાની માહિતી આપી.

તેમને જણાવ્યું કે આ ઓપરેશન વિશ્વનીય ઇન્ટેલિજન્સ મળ્યા પછી જ ચલાવવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સમાં જેશ અને દેશભરમાં આતંકીઓ ઘ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. બાલાકોટા ટાઉન ખેબર-પુખૂનખવામાં આવે છે, જે પાકિસ્તાનનો એક અગત્યનો પ્રાંત છે. આ હિસ્સો પાકિસ્તાનનો હિસ્સો છે, જેને કારણકે ભારતીય વાયુસેના ઘ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ખુબ જ અગત્યની છે.

આ પણ વાંચો: વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક પર શું બોલ્યા રાહુલ ગાંધી, કેજરીવાલ, ઉમર અબ્દુલ્લા

English summary
first time India's Air Force has crossed into Pakistan since 1971
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X