પદ્મિની બની દેશની પ્રથમ ટ્રાંસજેંડર ન્યૂઝ એંકર

કોઇમ્બતુરના આરએસ પૂરમમાં ઉછરેલી પદ્મિનીએ એક ટીવી સીરિયલમાં પણ એક્ટિંગ કરી છે. તેમને ટ્રાંસજેંડર હોવાના લીધે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે બી.કોમ પ્રથમ વર્ષની વિદ્યાર્થી હતી તો ટ્રાંસજેંડરો પ્રત્યે સામાજિક વિચારસણીના લીધે પરિવાર સાથે બધા સંબંધો તોડવા પડ્યા. જેથી તે પોતાનો અભ્યાસ પુરો કરી ન શકી. ત્યારબાદ જ્યારે તેમને સેક્સુઅલ માઇનોરિટીઝ (ટ્રાંસજેંડર, ગે, લેસ્બિયન વગેરે)ની સાથે થનાર ભેદભાવ, ઉત્પીડન અને અન્ય પ્રકારની સામાજિક સમાસ્યાઓ વિરૂદ્ધ અવાજ બુલંદ કર્યો તે સમયે પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
તેમને મુશ્કેલીઓ અને પરિસ્થિતીઓ સામે હાર ન માની. તે પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ રહી. ઘર સાથે સંબંધ તોડ્યા બાદ અને અભ્યાસ છોડ્યા બાદ તેમને પોતાના રાજ્યમાં અને બહાર ઘણા રાજ્યોની યાત્રા કરી. પછી તે તમિલનાડુ પરત ફરી અને તે ભારતનાટ્યમ ડાંસની ઇંસ્ટ્રક્ટર બની ગઇ.
પદ્મિની જ્યારે એંકરિંગના મેદાનમાં આવી તો શરૂઆતમાં તેમને થોડી મુશ્કેલી લાગી. તેમણે જણાવ્યું કે તેને એક લાઇવ ન્યૂઝ શો એંકરિંગ કરવો ખૂબ પડકારજનક કામ લાગ્યું કારણ કે તેમાં ભૂલોને કોઇ સ્થાન હોતું નથી અને તેના માટે જવાબદાર હોવાની સાથે-સાથે પક્ષપાત રહિત પણ થવું પડે છે.
પદ્મિનીએ જણાવ્યું હતું કે 'શરૂઆતમાં આ કામ મને થોડું મુશ્કેલ લાગ્યું કારણ કે મેં ખૂબ સમજી વિચારીને બોલવું પડતું હતું અને પોતાના ઉચ્ચારણ પર કાબૂ રાખવો પડતો હતો. ઘટના પર પણ સંતુલન બનાવી રાખવું પડે છે, જેથી મારી વાત દર્શકોને સમજમાં આવી શકે. પરંતુ પછી તેમને એટલી મહારત પ્રાપ્ત કરી લીધી કે મીડિયાના દિગ્ગજ લોકો હવે તેમની પ્રશંસા કરતાં થાકતા નથી. આ ઉપરાંત પોતાના બોસ દ્વારા વખાણ કરતાં તેમનો વિશ્વાસ મજબૂત બન્યો.
લોટ્સ ન્યૂઝ ચેનલના ચેરમેન જેકેએસ સેલ્વાકુમારે કહ્યું 'અમે પદ્મિનીને દરેક પ્રકારનું સમર્થન અને મદદ કરી રહ્યાં છીએ કારણ કે તે ખૂબ જ મહેનતું છે. શરૂઆતમાં ટ્રાયલ બાદ અમે સમજી ગયા કે તેની અંદર એક સારી ન્યૂઝ એંકર બનવાની આવડત છે.'
ટીવી ટૉક શોની પ્રથમ ટ્રાંસજેંડર હોસ્ટ બનનાર રોજ વેકટેશને પદ્મિની વિશે પૂછવામાં આવતાં કહ્યું કે તેમને પદ્મિનીની આવડત પર કોઇ શંકા નથી. તેમણે કહ્યું કે 'હું જાણું છું છું તે એક મહેનતું અને મક્કમ ઇરાદાવાળી છે. હું જાણું છું કે તે દબાણનો સામનો કરવા માંગે છે.' પદ્મિની હવે કોયંમ્બતુરના એક શહેરી વિસ્તારમાં વેલાકિનારમાં પોતાના પાર્ટનરની સાથે રહે છે. તેમણે ઘણા ટ્રાંસજેંડર બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને એવોર્ડ પણ મળ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
