અહો આશ્ચર્યમ! મુંબઇમાં માછલીના કરડવાથી 60 લોકો ઝખમી!
મુંબઇ, 11 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રમાં મંગળવારે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણપતિની મૂર્તિના વિસર્જન દરમિયાન માછલી કરડવાથી એક નહીં બે નહીં 60 લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટના અંગેના જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનીય સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના ગિરગાંવ ચૌપાટી પર બની હતી.
આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અનુસાર દાખલ કરવામાં આવેલા લોકો સ્ટિંગરે અથવા કૈટફિશના કરડવાના કારણે જખમી થયા છે.

નગર નિગમના નાયબ કમિશ્નર કિશોર શીરસાગરે જણાવ્યું કે લોકોની ફરિયાદો સાંજે સાઢા સાત વાગ્યાથી આવવાની શરૂ થઇ ગઇ હતી. સ્થાનીય અધિકારીઓએ શ્રદ્ધાળુઓને ઊંડે સુધી પાણીમાં નહી જવાની અપીલ કરતા તેમને બોટ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી.












Click it and Unblock the Notifications
