હરિદ્વારની ગંગનહેર માં 5 લાશો મળવાથી હડકંપ

ધાર્મિક નગરી હરિદ્વારમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે શહેર પાસેથી વહી રહેલી ગંગનહેર માં 5 લાશો તરતી જોવા મળી.

ધાર્મિક નગરી હરિદ્વારમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે શહેર પાસેથી વહી રહેલી ગંગનહેર માં 5 લાશો તરતી જોવા મળી. ગંગનહેર માં 5 લાશો મળ્યાની ખબર મળતા જ આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગયી. પોલીસે જગ્યા પર પહોંચી પાંચે લાશો પોતાના કબ્જામાં લીધી અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. 5 લાશોમાં ચાર લાશ પુરુષ અને એક મહિલાની લાશ હતી. પોલીસ ઘ્વારા જણાવ્યા મુજબ લાશોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

haridwar

મળતી જાણકારી અનુસાર બુધવારે સવારે આ ગંગનહેર માં જયારે કેટલાક લોકો નાહવા માટે પહોંચ્યા ત્યારે તેમને પાણીમાં 5 લાશો તરતી જોવા મળી. જોતજોતામાં ત્યાં લોકોની ભીડ મોટી સંખ્યામાં જામી ગયી. આખા મામલાની સૂચના પોલીસને આપવામાં આવી. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. પોલીસે જણાવ્યું કે તેઓ લાશોની ઓળખ કરી રહ્યા છે. એક સાથે 5 લાશ મળતા આખા વિસ્તારમાં ભયનો માહોલ છે.

આપણે જણાવી દઈએ કે હરિદ્વાર ની ગંગનહેર માં આ પહેલા પણ ઘણીવાર લાશો મળવાની ખબર આવી ચુકી છે. આ ગંગનહેર હરિદ્વાર થી થઈને વહેતી ગંગા નદીથી નીકળે છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાથી થઈને વહેતી ગંગનહેર ના ગાઝિયાબાદ અને મોરાદાબાદ ઘાટને નાનું હરિદ્વાર પણ કહેવામાં આવે છે. હાલમાં પોલીસ શવ મળ્યાની જાંચ કરવામાં જોડાયેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X