For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાત્રીને 88 હજાર રૂ. ચુકવશે એઆઇ એક્સપ્રેસ

By Super
|
Google Oneindia Gujarati News

Air-India-Express
નવી દિલ્હી, 22 માર્ચઃ દિલ્હી રાજ્ય ઉપભોક્તા આયોગે ઉડાન રદ થવાના મામલે એર ઇન્ડિયા એક્સપ્રેસને એક યાત્રીને 88 હજાર રૂપિયા વળતર પેટે આપવા નિર્દેશ કર્યો છે. એરલાઇનની દુબઇની ઉડાન રદ થઇ ગઇ હતી અને ત્યારબાદ યાત્રી માટે કોઇપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેને ધ્યાનમાં રાખીને નિર્દેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય આયોગે જણાવ્યું છે કે એરલાઇન પર ક્ષતિપૂર્તિનો મામલો બને છે. કોઇ ઉડાન રદ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની એરલાઇનની જવાબદારી બને છે. આયોગે જિલ્લા ફોરમે નિર્ણયને ઉચિત ઠેરવ્યો છે. જિલ્લા ફોરમે યાત્રીની ફરિયાદને યોગ્ય ઠેરવતા એર ઇન્ડિયા એક્સપ્રેસને 88 હજાર રૂપિયાનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો.

એરલાઇનને જિલ્લા ફોરમના આ આદેશને પડકાર્યો હતો. તેનું કહેવું હતું કે ટેક્નિકલ ખામીના કારણે ઉડાન રદ કરવામાં આવી હતી. જિલ્લા ફોરમે આ આદેશ દિલ્હી નિવાસી સુનિલ ગોયલની અપીલ પર આપ્યો છે. ગોયલે ફરિયાદ કરી હતી કે 22 મે 2005એ તેમની દિલ્હીથી દુબઇની ઉડાન રદ થઇ ગઇ હતી.

English summary
Air India Express has been asked by the Delhi State Consumer Commission to pay Rs 88,000 to a passenger for failing to provide him with an alternative after his flight to Dubai was cancelled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X