14 એપ્રિલ બાદ વિમાન સેવા શરૂ થશે કે નહિ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ
ફ્લાઈટ સર્વિસ 14 એપ્રિલ બાદ શરૂ થશે કે નહિ એ વિશે મનમાં સવાલ ઉઠી રહ્યા છે તો વાંચો અહીં જવાબ.
કોરોના વાયરસના ફેલાતા સંક્રમણના કારણે 14 એપ્રિલ સુધી લૉકડાઉન છે. લૉકડાઉનના કારણે રેલવે, બસ અને ફ્લાઈટ સર્વિસીસ પણ બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ સર્વિસ 14 એપ્રિલ બાદ શરૂ થશે કે નહિ એ વિશે મનમાં સવાલ ઉઠી રહ્યા છે. રેલવેએ અમુક ટ્રેનોનુ રિઝર્વેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દીધુ છે. વળી, કોરોના વાયરસના કારણે એર ઈન્ડિયાએ પહેલેથી જ 30 એપ્રિલ સુધી બુકિંગ ન લેવાનુ એલાન કરી દીધુ હતુ.

વળી, ઈન્ડિગોએ પણ કોરોના સંક્રમણના કારણે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને 30 એપ્રિલ સુધી કેન્સલ કરી દીધી છે. ફ્લાઈટ સર્વિસીસ વિશે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કહ્યુ છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ નિયંત્રણમાં નહિ આવે ત્યાં સુધી વિમાન સેવા શરૂ નહિ કરી શકીએ. તેમણે ટ્વિટર પર આ માહિતી આપતા કહ્યુ કે અમને એક વાર ભરોસો થઈ જાય કે કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણમાં આવી ગયુ છે, ત્યારે ભારતમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્ડર ફ્લાઈટો પરથઈ પ્રતિબંધ હટશે. તેમણે કહ્યુ કે હજુ આમાં સમય લાગશે. એટલે કે 14 એપ્રિલ બાદ પણ વિમાન સેવા શરૂ નહિ થાય.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટર પર લખ્યુ કે લૉકડાઉનના કારણે દેશમાં બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પ્રભાવિત થઈ છે. આના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. હરદીપ સિંહ પુરીએ સ્પ્ષ્ટ કહ્યુ કે જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસ પર સંપૂર્ણપણે લગામ ન મેળવી લઈએ ત્યાં સુધી વિમાન સેવા શરૂ કરી શકાય નહિ.
My heart goes out to people who are facing problems due to restrictions put in place on domestic & international flights, pursuant to the situation arising out of the timely announcement of a nationwide Lockdown.#IndiaFightsCOVID19
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 8, 2020












Click it and Unblock the Notifications
