For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇના ડબ્બાવાળાઓ સાથે ફ્લિપકાર્ટે કર્યો કરાર!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 એપ્રિલ: ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટે પોતાની સર્વિસને વધુ ફાસ્ટ બનાવવા માટે મુંબઇના ડબ્બાવાળાઓની સર્વિસ સાથે હાથ મિલાવ્યો છે. ફ્લિપકાર્ટે ડબ્બાવાળાઓની સાથે ડિલિવરીનો કરાર કર્યો છે. આપને જણાવી દઇએ કે મુંબઇમાં ડબ્બાવાળાઓની સર્વિસ દુનિયાભરમાં જાણીતી છે. આ સર્વિસની વિશેષતાનો ઉપયોગ કરવા માટે હવે ફ્લિપકાર્ટે આ ડબ્બાવાળાઓ સાથે હાથ મિલાવ્યો છે.

ફ્લિપકાર્ટના સહ સંસ્થાપક અને સીઇઓ, સચિન બંસલે જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે ડબ્બાવાળાની સાથેની તેમની ભાગીદારી ડિલિવરી સર્વિસને વધુ સારી બનાવશે. ફ્લિપકાર્ટે આનાથી જ સંબંધિત યૂટ્યૂબ પર એક વીડિયો પણ શેર કર્યો છે.

flipkart
આ ભાગીદારી હેઠળ ડબ્બાવાળા ફ્લિપકાર્ટ ડિલીવરી હબથી શિપમેંટ લેશે અને તેમને કસ્ટમર્સને ડિલીવર કરશે. આ ડિલવરીમાં અત્યારે ગ્રાહગોને માત્ર પ્રીપેઇડ ઓર્ડર પર જ સુવિધા મળશે. પરંતુ ટૂંક સમયમાં ડબ્બાવાળાઓની આ સર્વિસને કેશ ઓન ડિલીવરીના શિપમેંટમાં પણ લાગુ કરી દેવામાં આવશે.

ફ્લિપકાર્ટ અનુસાર આ સુવિધાથી ડિલીવરી દરમિયાન સામે આવનાર અડચણોને દૂર કરવામાં મદદ મળશે. ડબ્બાવાળા સીધા સ્થાનીય દુકાનદારો પાસેથી પેકેજ સંગ્રહ કરશે અને તેને ખરીદનાર પાસે પહોંચાડશે. આનાથી સામાનની ડિલીવરીમાં લાગનાર સમયમાં લગભગ ત્રણથી ચાર કલાકની બચત થશે.

English summary
Flipkart tied up with one union of dabbawalas in Mumbai for last mile delivery of goods ordered on its portal. The partnership currently includes delivery of only prepaid orders, and cash on delivery orders will be included later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X