PICS: વરસાદે ધરતીના સ્વર્ગને બનાવી દીધું નરક
શ્રીનગર: 'જો ક્યાંય સ્વર્ગ હોય તો તે બસ અહીંયા જ છે,' કાશ્મીર ઘાટી માટે મોટાભાગના લોકો આવી જ વાતો કરે છે પરંતુ આજકાલ વરસાદના લીધે આ સ્વર્ગ, નરકમાં પરિવર્તિત થઇ ગયું છે.
ગત 70 કલાકથી કરતાં વધુ સમયથી પણ વરસાદ ચાલુ છે. જેના લીધે જમ્મૂ અને ઘાટીની હાલાત બેકાબૂ થતા જાય છે. આખા રાજ્યમાં પૂરના લીધે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
જમ્મૂ-શ્રીનગર હાઇવે બંધ છે અને સામાન્ય જનજીવન પર ખાસ પ્રભાવિત છે. હાલાત એટલા ખરાબ છે, બોર્ડર પર તૈનાત આપણી સેનાને પણ રાહત કાર્યોમાં જોડાવવું પડ્યું છે. તો બીજી તરફ શુક્રવારે વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનના સમાચાર આવ્યા છે.
આ ભૂસ્ખલનના લીધે ત્યાંથી લગભગ 10,00 તીર્થયાત્રીઓ ફસાયા હોવાના સમાચાર આવી રહ્યાં છે. પૂરના લીધે અત્યાર સુધી લગભગ 70 લોકોના મોતના સમાચાર આવ્યા છે.
તસવીરોમાં જોઇએ કેવી રીતે જમ્મૂથી માંડીને ઘાટી સુધી પૂરે હાહાકાર મચાવ્યો છે અને હવે લોકો કેમ અહીંયા વરસાદ ન થવા માટે પ્રાર્થના કરવા માટે મજબૂર થઇ ગયા છે.

સુરક્ષિત જગ્યા પર જવાની ઉતાવળ
ગુરૂવારે કાશ્મીરના નાગરિકો પૂરના પાણીના તેજ પ્રવાહથી બચવા માટે પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યાં છે. એકબીજા હાથ પકડીને બધા સભ્યો જલદીથી જલદી સુરક્ષિત સ્થાને પહોંચવા માંગે છે.

પૂલ તૂટવાથી આવી નવી આફત
પૂંછ સ્થિત દોરૂ વેરિનાગ પુલ ગુરૂવારે ભારે વરસાદ અને પૂરના લીધે તૂટી ગયો. આ પૂલ તુટવા બાદ અહીંના નાગરિકો પર નવી આફત આવી.

વરસાદ બન્યો 70 લોકોનો કાળ
ગુરૂવારે જાનૈયાથી ભરેલી એક બસ જમ્મૂના રાજૌરીથી પસાર થઇ રહી હતી ત્યારે નદીમાં તેજ પ્રવાહના લીધે વહી ગઇ. આ અકસ્માતમાં 70 લોકોના મોતના સમાચાર છે.

સેનાએ પહોંચાડી મદદ
કાશ્મીરના કુલગામ પૂરના લીધે મીરબજાર ગામમાં ખૂબ પ્રભાવ જોવા મળી રહ્યો છે. બુધવારે જ્યારે અહીં પર ભારતીય સેનાના જવાન પહોંચ્યા તો ગ્રામજનોને થોડી રાહત મળી. સેનાએ અહીં લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડ્યા.

લોકો પરેશાન
કાશ્મીરનું કુલગામ પૂરના લીધે સૌથી વધુ પ્રભાવિત છે. અહીં મીરબજાર ગામમાં રહેનારા નાગરિકોને સમજણ પડતી નથી કે તે આ પરિસ્થિતીમાંથી નિકળીને ક્યાં જાય.

સેનાએ આપ્યું સાંત્વન
કુલગામના મીરબજાર ગામમાં સેનાએ દોરડાના સહારે લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા.

કુલગામનું આકરણ નાઓપોરા ગામ
કુલગામના આકરણ નાઓપોરા ગામમાં લોકોની હાલત ખરાબ છે. અહીંયા ભારે વરસાદ અને પૂરના લીધે લોકોના ઘર પણ વહી ગયા છે.

કુમાઉંની ચોકની સ્થિતી
શ્રીનગરના બેમિના વિસ્તારના કુમાઉંની ચોક પર પાણીનું સ્તર સતત વધતું જાય છે. ગુરૂવારે પણ અહીંના હાલાતમાં કોઇ સુધારો નથી.

શ્રીનગર
શ્રીનગરની હમદાનિઓ કૉલોનીમાં ગુરૂવારે વરસાદના લીધે રસ્તાઓ ડુબાઇ ગયા હતા. લોકોને દરેક પગલું સાચવી-સાચવીને માંડવું પડે છે.

રોડ-પુલ બધુ ગાયબ
પૂંછમાં જે દોરૂ વેરીનાગ પુલ તૂટ્યો છે, તે અનંતનાગને પણ જોડે છે. અનંતનાગ જિલ્લામાં રોડ અને પુલ બધુ વરસાદમાં તણાઇ ગયું.

સ્થળાંતર માટે લોકો મજબૂર
શ્રીનગરના બેમિના વિસ્તારમાં પૂરના લીધે લોકોને બીજા સ્થાને જવું પડી રહ્યું છે.

સંપૂર્ણપણે અવર-જવર બંધ
પૂરના લીધે સંપૂર્ણપણે પ્રભાવિત શ્રીનગર-જમ્મૂ હાઇવેને હાલ પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંયા ફક્ત સેનાના વાહનો અને જરૂરી વાહનોને જ પસાર થવાની પરવાનગી છે.

પાણીનું તાંડવ
બુધવારે જમ્મૂના પૂંછ જિલ્લામાં પૂરનો નારો કંઇક આવો જોવા મળી રહ્યો હતો.

પૂરના લીધે કહેર
આ વધુ એક તસવીર પૂંછમાં પૂરના ખતરનાક હાલાતોને દર્શાવી રહી છે.

મુખ્યમંત્રી અબ્દુલા પહોંચ્યા સમીક્ષા માટે
ગુરૂવારે રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જેલમ નદીની આસપાસ સ્થિત વિસ્તારોની મુલાકાત લીધી અને અહીંયા પૂરની સ્થિતીનો અંદાજો લગાવવાનો પ્રયત્ન કર્યો.

જોતજોતામાં પડી ગઇ બિલ્ડીંગ
ભારે વરસાદના લીધે પૂંછમાં આ બિલ્ડિંગ જોતજોતામાં પાણીમાં વધી ગઇ.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
