જેલમાંથી નીકળતા જ 'લાલુ બોમ્બ' ફૂટ્યો અણ્ણા અને મોદી પર
રાંચી, 17 ડિસેમ્બર: 3 ઓક્ટોબરથી રાંચીની બિસા મુંડા જેલમાં બંધ રાષ્ટ્રય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સોમવારે જામીન પર છૂટ્યા હતા. લાલુ જ્યારે જેલમાંથી નીકળ્યા તો હજારો કાર્યકરોએ તેમનુ સ્વાગત કર્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ લાલુ યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી અને અણ્ણા હઝારે અને નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો.
લાલુએ અણ્ણા પર નિશાનો સાધતા જણાવ્યું કે લોકપાલ બિલ દેશ માટે ઘાતક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હઝારે લોકપાલ બિલની માંગને લઇને રાલેગણ સિદ્ધિમાં આમરણ અનશન પર બેઠા છે અને આજે તેમનો સાતમો દિવસ છે. જેલમાંથી બહાર આવીને લાલુએ પાર્ટીના કાર્યકર્તાઓ અને મીડિયાનું અભિવાદન કર્યું હતું.
લાલુએ જણાવ્યું કે હાર જીત તો થતી રહે છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં કટ્ટરપંથી શક્તિઓને સત્તાથી દૂર રાખવા માટે દેશભરમાં ફરીશ. અમે દેશમાં 1947ની પરિસ્થિતિ નહી સર્જાવા દઇએ. જેલમાં પોતાના અનુભવ અંગે લાલુએ જણાવ્યું કે 'આ જેલ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. જે જેલથી ડરશે તે કંઇ નહીં કરી શકે.' લાલુએ વધુમાં જણાવ્યું કે સીબીઆઇએ મારી સાથે અન્યાય કર્યો છે. ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ હતો.













Click it and Unblock the Notifications
