For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય સુરક્ષા ખરડો : વિશેષ સત્ર બોલાવવામાં આવશે

|
Google Oneindia Gujarati News

food-security-bill
નવી દિલ્હી, 12 મે : સરકાર આગામી 10-15 દિવસોમાં યુપીએ સરકારના મહત્વકાંક્ષી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ખરડાને પસાર કરાવવા માટે વટહુકમ જાહેર કરવા અથવા સંસદનું વિશેષ સત્ર બોલાવવા અંગે નિર્ણય કરશે. ખાદ્ય પ્રધાન કે વી થોમસે જણાવ્યું કે વટ હુકમ બહાર પાડવો અને સંસદના વિશેષ સત્ર બોલાવવા ઉપરાંત સરકાર પાસે એક વિકલ્પ સરકારી આદેશ લાવીને ખરડાની કેટલીક મહત્વની જોગવાઇઓ અમલી બનાવવાનો પણ છે.

ભારતના ખાદ્ય સુરક્ષા ખરડાને વિશ્વનો સૌથી મોટો સામાજિક કલ્યાણ કાર્યક્રમ પણ ગણવામાં આવ્યો છે. તેનો હેતુ દ્શની 67 ટકા વસતીને રાશનની (સસ્તા અનાજની) દુકાનોની મદદથી રૂપિયા 1.3 પ્રતિકિલોના ભાવે એક સમાન રીતે પાંચ કિલો ખાદ્યાન પૂરું પાડવાનો કાયદેસર હક આપવાનો છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં વારંવાર અવરોધ ઉભો થવાના કારણે ખાદ્ય ખરડામાં સંશોધનો પસાર કરી શકાયા ન હતા. આ ખરડાને વાસ્તવમાં ડિસેમ્બર, 2011માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ખાદ્ય પ્રધાન કે વી થોમસે જણાવ્યું કે અમારી પાસે ખાદ્ય સુરક્ષા બિલ માટે ત્રણ વિકલ્પો છે. સરકાર આવનારા 10-15 દિવસમાં તે અંગે વિચાર કરેશે. આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો પ્રયાસ હશે કે વિપક્ષના શાસન અને ભ્રષ્ટાચારના આરોપોને ખાદ્ય અને ભૂમિ અધિગ્રહણ કાયદાઓની મદદથી ધ્વસ્ત કરવામાં આવે.

થોમસે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં રાજ્ય સરકારોને પત્ર લખશે કે ખાદ્ય ખરડાની જોગવાઇઓનો અમલ કરવા માટે તેઓ તૈયાર રહે. મંત્રીએ જણાવ્યું કે સરકારી આદેશ મારફતે સરકાર સસ્તા દરે પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજની માત્રા આપવા અને માતૃત્વ લાભ આપવા જેવી જોગવાઇઓને લાગુ કરી શકે છે.

English summary
food security bill : special session will be called.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X