જાબના પૂર્વ મુખ્યમંત્રી અમૃતદર સિંહ પોતાની પાર્ટીનો વિજય ભાજપમાં કરશે
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના સ્થાપક કેપ્ટન અમરિંદર સિંહ આજે પોતાની પાર્ટીનું વિલય ભારતીય જનતા પાર્ટીમાં કરશે. આ પહેલા કેપ્ટન અમરિંદરસિંહે પોતાની પાર્ટીના નેતાઓ સાથે એક મહત્વની બેઠક કરી હતી અને ભાજપમ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના સ્થાપક કેપ્ટન અમરિંદર સિંહ આજે પોતાની પાર્ટીનું વિલય ભારતીય જનતા પાર્ટીમાં કરશે. આ પહેલા કેપ્ટન અમરિંદરસિંહે પોતાની પાર્ટીના નેતાઓ સાથે એક મહત્વની બેઠક કરી હતી અને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી પાર્ટી બનાવી હતી. જ્યારે કોંગ્રેસને તેમને મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા હતા અને તેની જગ્યાએ ચરંજીતસિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે ત્યારબાદ અટકળો લગાવવામાં આવતી હતી કે આજ નહીં તો કાલે અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ જશે.

હાલ મળતી જાણકારી મુજબ કેપ્ટન અમરિદર સિંહ આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી અને પાર્ટીના બીજા સિનિયર નેતાઓની હાજરીમાં ભાજપની સભ્યતા લેશે અમરિદર સિંહ શિવાય પંજાબ લોક કોંગ્રેસ પાર્ટમાં સામેલ થયેલા સાત ધારાસભ્યો અને પૂર્વ સાંસદ પણ આ જ ભાજપમાં સામેલ થશે. હાલમાં જ પોતાની કરોડરજ્જુની સર્જરી બાદ અમરિનરસિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
જુલાઈ મહિનામાં ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
પંજાબ ભાજપના સિનિયર નેતા હરજીતસિંહ ગ્રીવાલે બે મહિના પહેલા જુલાઈમાં નિવેદન આપ્યું હતું કે, કેપ્ટન અમરિંદર સિંહ પોતાના કરોડરજ્જુનું ઓપરેશન કરાવીને લંડનથી પરત ફરયા બાદ નિર્ણય લેશે. તે સર્જરી કરાવીને પરત ફર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેપ્ટન અમરિંદરસિંહ લંડનથી સારવરા કરાવીને આવ્યા બાદ 12 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા પંજાબમાં ડ્રગ્સ આતંકવાદને મળી રહેલા પ્રોત્સાહન જેવા રાજ્યને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ તેના ભવિષ્યને લઈને રોડ મેપને વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી












Click it and Unblock the Notifications
