લિંગ પરિવર્તન કરાવવા જઈ રહી છે પુર્વ મુખ્યમંત્રીના દિકરી, નામ બદલીને પુરૂષ બની જશે
સમાજમાં ધીરે ધીરે લિંગ પરિવર્તનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ ક્રમમાં હવે ભારતના એક પુર્વ મુખ્યમંત્રીની પુત્રી પણ લિંગ પરિવર્તન કરાવવા જઈ રહી છે.
અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પુત્રી સુચેતના ભટ્ટાચાર્ય લિંગ પરિવર્તન કરાવવાની તૈયારી કરી રહી છે. તેણીએ જણાવ્યુ કે, તે સેક્સ ચેન્જ કરાવીને જલ્દી જ ટ્રાન્સજેન્ડર પુુરૂષ બનવા જઈ રહી છે. આ માટે તે સેક્સ ચેન્જની સર્જરી કરાવવાની છે.

હાલમાં જ સુચેતના એક LGBTQ સમુદાયની કોન્ફરન્સમાં પહોંચી હતી. અહીં તેને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું હતું કે, મને ઘણીવાર અપમાનિત કરવામાં આવે છે કારણ કે હું કિશોરાવસ્થાથી મારી જાતને એક સ્ત્રી નહીં પરંતુ એક પુરુષ તરીકે જોતી હતી. મને લાગે છે કે હવે હું આ લડાઈ માટે તૈયાર છું.
સુચેતના આગળ જણાવે છે કે, તેના પિતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય હંમેશા તેના નિર્ણયનું સમર્થન કરતા રહ્યા છે તો માતા મીરાને વાંધો હોવા છતાં તે વિરોધ નથી કરતી. સુચેતનાએ કહ્યું કે તાજેતરની LGBTQ કોન્ફરન્સમાં તેણે પોતાનો પરિચય સુચેતન, એક સામાજિક કાર્યકર અને ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર તરીકે આપ્યો હતો.
સુચેતનાએ કહ્યું કે, તે જલ્દી જ સેક્સ ચેન્જ માટે સર્જરી કરાવશે. સુચેતના સોશિયલ મીડિયા પર સપોર્ટ કરનારા લોકોનો આભાર માન્યો અને કહ્યું કે, મને શુભેચ્છાની જરૂર છે.
સુચેતનાએ કહ્યું કે સત્તાવાર ઓળખ કાર્ડમાં નામ અને લિંગ બદલવાની કાનૂની પ્રક્રિયા સર્જરી પહેલા થશે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી ભટ્ટાચાર્ય અને તેમની પત્ની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.












Click it and Unblock the Notifications
