પુુર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનીલ એન્ટોની બીજેપીમાં જોડાયા, જાન્યુઆરીમાં પાર્ટી છોડી હતી.
કર્ણાટકમાં કોગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાજી જાહેર કરી દેવાઈ છે. જો કે અહીં કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. નેતાઓ વચ્ચેની ટિકિટ માટેની ખેંચતાણ પાર્ટીને નુકસાન કરી રહી છે. ટિકિટ ન મળવાથી અસંતુષ્ટ નેતા પક્ષ બદલીને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.
હવે કોંગ્રેસ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયા છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની દિલ્હીમાં કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ અને વી મુરલીધરનની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

પાર્ટીમાં અનિલ એન્ટોનીનું સ્વાગત કરતાં પીયૂષ ગોયલે કહ્યું કે, અનિલ એન્ટોની બહુમુખી વ્યક્તિત્વ છે. જ્યારે મેં અનિલ એન્ટોનીની સાખ જોઈ ત્યારે હું ખૂબ પ્રભાવિત થયો હતો. અનિલ એન્ટોની કેરળના કોંગ્રેસના નેતા છે. તેમણે 2002ના ગુજરાત રમખાણો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટરીના વિવાદને પગલે જાન્યુઆરીમાં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.
બીજેપીમાં જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં અનિલ એન્ટોનીએ કહ્યું કે, કોંગ્રેસનો દરેક કાર્યકર માને છે કે તે એક પરિવાર માટે કામ કરી રહ્યો છે પરંતુ હું માનું છું કે હું કોંગ્રેસ માટે કામ કરતો હતો. તેમણે આગળ કહ્યું કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને બહુ-ધ્રુવીય વિશ્વમાં અગ્રણી સ્થાન પર લઈ જવાની ખૂબ જ સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવે છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ છોડતા પહેલા અનિલ એન્ટની કેરળમાં કોંગ્રેસનું સોશિયલ મીડિયા સેલ ચલાવતા હતા. તેમણે પાર્ટી છોડતા પહેલા બીબીસી ડોક્યુમેન્ટરીને ભારત વિરુદ્ધ પક્ષપાતી ગણાવી હતી. કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કરવા માટે ડોક્યુમેન્ટ્રીનો હવાલો આપીને તેમના પર ભારતીય રાજનીતિમાં વિપક્ષના સ્થાનને ક્ષીણ કરવા માટે સંગઠિત ચાલનો આરોપ લગાવ્યો હતો.ૃ












Click it and Unblock the Notifications
