Election Commissioner: ચૂંટણી કમિશ્નરના પદ પર રિટાયર્ડ IAS અરુણ ગોયલની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
રિટાયર્ડ આઈએએસ અરુણ ગોયલને ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Election Commissioner: રિટાયર્ડ આઈએએસ અરુણ ગોયલને ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. જો કે હજુ સુધી નિયુક્તિની તારીખ હજુ નક્કી નથી. શનિવારે સાંજે કાયદા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

તમને જણાવી દઈએ કે અરુણ ગોયલ, 1985 બેચના પંજાબ કેડરના અધિકારી છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પેનલનો ભાગ હશે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા આ વર્ષે મે મહિનામાં રાજીવ કુમારને કાર્યભાર સોંપીને નિવૃત્ત થયા હતા. પોલ પેનલ ત્યારથી બે સભ્યોની સંસ્થા છે અને તેણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગેરલાયકાતની માંગ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓને હેન્ડલ કરવાના હતા. દેશની ટોચની ચૂંટણી સંસ્થામાં ત્રીજી પોસ્ટ લગભગ છ મહિનાથી ખાલી પડી હતી.
ગુજરાતમાં આગામી મહિને જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી કમિશનર તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
