ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રીના કાફલા પર હુમલો, ભાજપ પર લાગ્યા ગંભીર આરોપો

ત્રિપુરાના પૂર્વ CMના કાફલા પર હુમલો, ભાજપ પર લાગ્યા આરોપો

નવી દિલ્હીઃ ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણેક સરકાર અને સીપીએમના કેટલાક વરિષ્ઠ નેતાઓના કાફલા પર શુક્રવારે હુમલો થયો. અગરતલાથી 25 કિમી દૂર આવેલ સિપાહિજાલા જિલ્લામાં આ હુમલો થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લોકો સભામાંથી પરત ફરી રહ્યા હતા એ સમયે હુમલો થયો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના કાફલા પર હુમલો થયો તેને લઈને સીપીએમે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

tripura

CPMએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને આ હુમલા પાછળ ભાજપ સમર્થિત ગુંડાઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. સીપીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપ સમર્થિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે અને તેઓ સભાસ્થળ પર પહેલેથી જ હાજર હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમણે કાફલા પર હુમલો કર્યો. જ્યારે ભાજપના પ્રવક્તા અશોક સિંહે આ આરોપોને ફગાવી દીધા અને આ ઘટનાની નિંદા કરી.

એમણે કહ્યું કે જેમણે પણ આવું કર્યું છે એમને સજા મળવી જોઈએ. આ લંકતંત્ર માટે સારું નથી. ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી માણેક સરકારની સાથે પૂર્વ નાણામંત્રી ભાનુલાલ સાહા, સોનામુરાથી ધારાસભ્ય શ્યામલ ચક્રવર્તી, પૂર્વ અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી સાહિદ ચૌધરી અને કમલાસાગરના ધારાસભ્ય નારાયણ ચૌધરીને પોલીસે ત્યાંથી કાઢ્યા અને અગરલતા પરત લાવવામાં આવ્યા.

આ પણ વાંચો- અયોધ્યામાં રામ મંદિર અંગે બોલ્યા ભાગવત, 'બહુ જોવાઈ રાહ'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X