For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ભગવો ઉતારી ટીએમસીમાં જોડાયા!

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયોએ ઔપચારિક રીતે તૃણમૂલ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયોએ ઔપચારિક રીતે તૃણમૂલ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ બાદ સુપ્રિયોએ ભાજપ છોડી દીધું હતું, ત્યારબાદથી જ ટીએમસીમાં જોડાવાની આશંકા હતી. બાબુલ સુપ્રિયો આસનસોલથી ભાજપના સાંસદ હતા, કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ ગુસ્સે હતા, હવે મમતા બેનર્જીના પક્ષમાં જોડાયા બાદ તેમણે સંપૂર્ણપણે ભાજપ છોડી દીધું છે.

babul supriyo

ઉલ્લેખનીય છે કે, ભાજપમાંથી અચાનક રાજીનામું આપ્યા બાદ બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. એક મહિના પછી શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની હાજરીમાં બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા હતા. આ દરમિયાન ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ ત્યાં હાજર હતા.

TMC માં જોડાયા બાદ બાબુલે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે મારા માટે મોટો દિવસ છે. મને જનતાની સેવા કરવાની તક મળી છે. આ બધું છેલ્લા 4 દિવસમાં થયું છે. બાબુલે કહ્યું કેત, બંગાળના લોકોને મમતામાં વિશ્વાસ છે.

ટીએમસીના કુણાલ ઘોષે બાબુલ સુપ્રિયોના પાર્ટીમાં જોડાયા પર ખુશી વ્યક્ત કરી હતી. ઘોષે કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ TMC નેતૃત્વના સંપર્કમાં છે. તે ભાજપથી સંતુષ્ટ નથી. તેમાના એક આજે જોડાયો, બીજા કાલે જોડાવા માંગે છે. આ પ્રક્રિયા ચાલુ રહેશે. તમે થોભો અને જુઓ.

English summary
Former Union Minister Babul Supriyo joins TMC!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X