For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: કેફે કોફી ડેના માલિક અને એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા

Live: કેફે કોફી ડેના માલિક અને એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કૉફી ચેન કેફે કૉફી ડેના ફાઉન્ડર-માલિક અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ વીજી સિદ્ધાર્થને છેલ્લે મેંગ્લુરુમાં નેત્રાવતિ નદી પાસે જોવામાં આવ્યા હતા. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ પુલ નીચે નદીમાં કૂદ્યા છે. પોલીસ તેમની તલાશમાં લાગી ગઈ છે. જ્યારે બેંગ્લુરુમાં એસએમ કૃષ્ણાના ઘર પર કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પણ પહોંચ્યા છે. વાંચ સમગ્ર મામલાની પળેપળની લાઈવ અપડેટ.

vg isddharth

Newest First Oldest First
12:15 PM, 30 Jul

સર્ચ અને બચાવ અભિયાન ચાલુ છે, તટરક્ષક અને એનડીઆરએફની સાથે 8 ટીમ વીજી સિદ્ધાર્થની તલાશ કરી રહી છે. નૌસેના પાસેથી પણ મદદ માંગી છેઃ જિલ્લા આયુક્ત શશિકાંત સેંથિલ
10:40 AM, 30 Jul

વીજી સિદ્ધાર્થે ચિઠ્ઠીમાં લખ્યું, આ વાતનો મને પછતાવો છે, મેં ઘણો સંઘર્ષ કર્યો પરંતુ આજે મેં હાર માની લીધી કેમ કે એક પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનરના શેર બાયબેક કરવાનું દબાણ ન ઝેલી શકું તેમ નહોતો, જે ટ્રાંજેક્શન મેં આંશિક રૂપે 6 મહિના પહેલા એક મિત્ર સાથે પૂંજી એકઠી કરવા માટે કર્યું હતું.
10:39 AM, 30 Jul

વીજી સિદ્ધાર્થે ચિઠ્ઠીમાં લખ્યું, 'મેં આને બધું જ આપ્યું, મેં એવા લોકોને નિરાશ કર્યા જેમણે મારા પર ભોસો બનાવી રાખ્યો.'
10:38 AM, 30 Jul

વીજી સિદ્ધાર્થે ચિઠ્ઠીમાં લખ્યું, પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં હું એક સફળ બિઝનેસ મોડેલ બનાવવામાં નિષ્ફળ રહ્યો.
10:08 AM, 30 Jul

બેંગ્લુરુમાં એસએમ કૃષ્ણાના ઘરે પહોચ્યા કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર
10:07 AM, 30 Jul

મેં વીજી સિદ્ધાર્થની પત્ની અને અન્ય સંબંધીઓ સાથે વાત કરી અને કેટલીક જાણકારી હાંસલ કરી, મેંગલુરુના પોલીસ કમિશઅનર સંદીપ પાટિલ
10:06 AM, 30 Jul

મેંગલુરુના પોલીસ કમિશ્નરનું નિવેદન, પોલીસે સ્થાનિક માછીમારોની મદદથી સર્ચ અભિયાન શરૂ કર્યું, ફોન કૉલ ડિટેલની પણ તલાશ કરવામાં આવી રહી છે.
10:06 AM, 30 Jul

મેંગલુરુના પોલીસ કમિશઅનર સંદીપ પાટિલનું નિવેદન, રસ્તામાં તેમણે પોતાના ડ્રાઈવરને મેંગલરુ જવા માટે કહ્યું, જે બાદ તેઓ નેત્રવતી નદીના પુલ પર પહોંચી કારથી નીચે ઉતર્યા અને પોતાના ડ્રાઈવરને આગળ જઈ રોકવા કહ્યું.
10:05 AM, 30 Jul

મેંગલુરુના પોલીસ કમિશઅનર સંદીપ પાટિલનું નિવેદન, વીજી સિદ્ધાર્થ કાલે બાંગ્લુરુથી એમ કહીને નિકળતા હતા કે તેઓ સકલેશપુર જઈ રહ્યા છે.
10:04 AM, 30 Jul

બેંગ્લોરમાં એસએમ કૃષ્ણાના ઘર બહાર લોકોની ભીડ જામી, એસએમ કૃષ્ણાને મળવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પહોંચ્યા.
10:03 AM, 30 Jul

બેંગ્લુરુમાં એસએમ કૃષ્ણાના ઘરે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસના નેતે ડીકે શિવકુરમા અને બીએલ શંકર પહોંચ્યા.
10:02 AM, 30 Jul

કેફે કૉફી ડેના સંસ્થાપક-માલિક વીજી સિદ્ધાર્થની તલાશ માટે મેંગલુરુની નેત્રવતી નદીમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
10:02 AM, 30 Jul

વીજી સિદ્ધાર્થ મંગલુરુમાં નેત્રવતી નદી પાસેથી લાપતા થઈ ગયા છે, પોલીસની ટીમ તેમની તલાશમાં લાગી છે.
10:02 AM, 30 Jul

કર્ણાટકના પૂર્વ સીએમ અને વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ અને કેફે કૉફી ડેના સંસ્થાપક-માલિક વીજી સિદ્ધાર્થ લાપતા.

English summary
founder and owner of cafe coffee day vg siddharth went missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X