નક્સલીઓના સંપર્કમાં હતા કોંગ્રેસના ચાર નેતા: એનઆઇએ

જગદલપુર, 3 જૂન: કોંગ્રેસના દિવંવત નેતા મહેન્દ્ર કર્માના પુત્ર દિપક કર્માએ આરોપ લગાવ્યો છે કે 25 મેના રોજ દરભા ઘાટીમાં થયેલા નક્સલી હુમલા સાથે કોંગ્રેસના ચાર ભેદીયા સંપર્કમાં હતા. તેમને કહ્યું હતું કે કોંગ્રેસમાં થયેલી ભિતરઘાતના કારણે નક્સલીઓએ આ મોટી ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યાં છે.

પિતાની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવા માટે અલ્હાબાદ ગયેલા દિપક કર્માએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ પાસે આ અંગેના પુરાવા છે કે ફાફલામાં સામેલ કેટલાક કોંગ્રેસીઓ માઓવાદીઓના સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓના પ્રાથમિક રિપોર્ટમાં ફોન કોલ્સની ડિટેઇલથી જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ચાર નેતાઓ નક્સલીઓના સંપર્કમાં હતા અને તેમને નેતાની ગતિવિધિઓની જાણકારી આપી રહ્યાં હતા. કોંગ્રેસના ચાર સ્થાનિક નેતાઓ રૂટ બદલવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.

naxal-attack-600

તેમને ચાર કોંગ્રેસીઓ પર શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમાંથી એકના પગ પર ગોળી વાગી છે. એક કોંગ્રેસી નાસી છૂટ્યો હતો અને એક કાફલાની સાથે ગયો જ ન હતો. કવાસી લખમા પર તો શરૂઆતથી જ શંકા છે. દિપક કર્માએ ઘટના માટે સુરક્ષા વ્યવસ્થામાં ચૂકને મહત્વપૂર્ણ કારણ ગણાવ્યું છે. તેમને કહ્યું હતું કે જો વિકાસ યાત્રા જેવી સુરક્ષા પરિવર્તન યાત્રાને આપવામાં આવી હોત તો આટલી મોટી ઘટના અસંભવ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X