Mob Lynching Case: અલવરમાં રકબર ખાન મોબ લિંચિંગ કેસમાં ચાર દોષીઓને 7 વર્ષની સજા, એક નિર્દોષ
દેશભરમાં ચર્ચામાં રહેલા અલવર રકબર મોબ લિંચિંગ કેસમાં ગુરુવારે કોર્ટનો નિર્ણય આવ્યો છે. અલવરના એડિશનલ સેશન્સ જજ નંબર 1 સુનીલ ગોયલની કોર્ટે ચાર દોષિતો નરેશ, પરમજીત, ધર્મેન્દ્ર અને વિજયને સાત-સાત વર્ષની સજા સંભળાવી હતી. એક આરોપી નવલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે 20 જુલાઈ 2018ની રાત્રે પોતાને ગૌ રક્ષક ગણાવતા આ આરોપીઓએ ગાયોની તસ્કરીના આરોપમાં રકબરને માર માર્યો હતો. અસલમ પણ રકબર સાથે હતો. ત્યાં તે પોતાનો જીવ બચાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
વાસ્તવમાં રબકર અને અસલમ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં તેમના ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં, તેઓને રામગઢ તહસીલના લાલવંડી ગામમાં કથિત ગાય રક્ષકો પરમજીત, ધર્મેન્દ્ર અને વિજયે રોક્યા. તેમના પર ગાયની તસ્કરીનો આરોપ લગાવીને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા. અસલમ સ્થળ પરથી ભાગી ગયો હતો જ્યારે રકબરને આરોપીઓએ એટલી હદે માર માર્યો હતો કે તેણે જીવ ગુમાવ્યો હતો.
લોકોની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગાય અને રબકરને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાંથી તેને રામગઢ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ રકબરને મૃત જાહેર કર્યો. આ કેસમાં હુમલાના આરોપીઓ ઉપરાંત વિજય અને નવલ કિશોરની પણ ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
