26/11: પાકમાં ધુમી રહ્યાં છે માસ્ટરમાઇન્ડ ને તેના સાથી
પાંચ દિવસ પહેલા મુંબઇ આતંકી હુમલામાં પકડાયેલા આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસી આપવામાં આવી. આ ખબર આવતા જ આખા દેશમાં દીવાળીનો માહોલ સર્જાયો. થોડાક દિવસો સુધી એ લોકોના દિલને રાહત પહોંચી, જેમણે 26/11 2008 એ પોતાના સ્વજનોને ખોયા હતા, પરંતુ ખરી રીતે જોવામા આવે તો હજુ 26/11નો બદલો પૂરો થયો નથી. આજે પણ લશ્કરના સંસ્થાપક અને આ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.
પાકિસ્તાન સરકારે કસાબનો મૃતદેહ લેવાનો એમ કહીને ઇન્કાર કરી દીધો કે તે તેમના દેશનો નથી. બીજી તરફ હાઇફ સઇદે બે દિવસ પહેલા હજારો લોકો સાથે ઉભા રહીને કસાબને શ્રદ્ધાજંલિ આપી હતી. કસાબને પાકિસ્તાનમાં ઘયાબાના નમાજ એ જનાજા રજૂ કરવામાં આવ્યો. કસાબને આ શ્રદ્ધાજંલિ લાહોર નજીક મુરીદકે સ્થતિત જમાત ઉદ દાવાના મુખ્યાલય પર બે દિવસની આતંકી શિબિરની સમાપ્તિ દરમિયાન આપવામાં આવી.
26/11 હુમલામાં 166 લોકોને મોતના મુખમાં ધકેલી દેનારા 10 આતંકીમાંથી માત્ર કસાબ જ પકડાયો હતો જ્યારે બાકી બધા ઠાર મરાયા હતા. તો માસ્ટર માઇન્ડ અને તેના 10 સાથી હજુ પણ જીવીત છે. જ્યાં સુધી આ 10 આતંકીઓ જીવીત છે, ત્યાં સુધી મુંબઇ હુમલાના પીડિતોને ન્યાય નહીં મળી શકે.
અફસોસ એ વાતનો છે કે આ જણતા હોવા છતાં પણ હાફિઝ સઇદ, જકીઉર રહમાન લખવી, મેજર સમીર અલી સહિત ઘણા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. ભારત સરકારે પાડોશી દેશ સાથે મિત્રતા સભર સંબંધો બનાવવા માટે વારંવાર હાથ વધારી રહી છે, ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણીનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કસાબને ફાંસી આપવામાં આવી ત્યારે આપણા વિદેશમંત્રી પાકિસ્તાન જવાના હતા. વારંવાર પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા કરતા વધારે જરૂરી છે પીડિતોને ન્યાય અપાવો.
26/11 હુમલામાં કોણે શું કર્યું?

હાફિઝ સઇદ
લશ્કરના સંસ્થાપક હાફિઝ સઇદે 26/11 હુમલાની યોજના બનાવી અને કોણે શું કરવાનું છે તે નક્કી કર્યું. સઇદે જ ભારત આવેલા 10 આતંકીઓને ટ્રેનિંગ આપી હતી. ભારતે સઇદ વિરુદ્ધ ઘણા પુરાવાઓ પાકિસ્તાનને આપ્યા, પરંતુ પાકની કોર્ટ આ પુરાવાઓને માનવા તૈયાર નથી. સઇદ આજે પણ આઝાદ છે. ભારત અને અમેરિકાએ સઇધ પર એક કરોડ ડોલરનુ ઇનામ રાખ્યું છે.

જકી ઉર રહેમાન લખવી
લશ્કરનો આ ઓપરેશનલ કમાન્ડર છે, જેણે 26/11 હુમલાને કોઓર્ડિનેટ કર્યું હતું. જે સમયે કસાબ સહિત 10 આતંકીઓ હુમલાને અંજામ આપી રહ્યાં હતા ત્યારે તેમને કરાચીના કંટ્રોલ રૂમમાં બેસીને લખવી દિશા નિર્દેશ આપી રહ્યો હતો.

સાજીદ મીર
સાજીદ મીર પણ લશ્કરનો કમાન્ડર છે. જેણે કંટ્રોલ રૂમમાં બેસીને એ લોકોને દિશા નિર્દેશ કર્યો હતો જે હુમલા પહેલાની તૈયારી કરવા ગયા હતા. આ એ જ વ્યક્તિ છે, જેણે લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો.

અબ્દુર રહમાન હાશિમ સૈયદ
આ એ વ્યક્તિ છે, જેણે 26/11 હુમલાનુ અધ્યયન કર્યું અને એ જ શ્રેણીમાં ઘણા અન્ય હુમલાઓ કરવાની તૈયારી કરી. તે હજુ પણ આઝાદ છે.

મેજર ઇકબાલ
આઇએસઆઇના મેજર ઇક્બાલ પણ તે સમયે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત હતા. ઇક્બાલે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાનનું કહેવું છેકે આઇએસઆઇમાં મેજર ઇક્બાલ નામની કોઇ વ્યક્તિ નથી.

અબુ જુંદાલ
અબુ જુંદાલ એક માત્ર ભારતીય છે, જે કંટ્રોલ રૂમમાં એ સમયે ઉપસ્થિત હતો. તેણે તમામ 10 આતંકીઓને હિન્દી શિખવ્યું હતું. તેણે મુંબઇમાં કેવી રીતે વાત કરવાની છે, તે શિખવ્યું હતું. આ સાઉદી અરબમાંથી પકડાયો હતો, જે હાલ હિરાસતમાં છે.

ડેવિડ હેડલી
આ આતંકીનો જન્મ પાકિસ્તાનમાં થયો અને પછી તે અમેરિકા જતો રહ્યો. ત્યાંની નાગરિકતા હાસલ કરી. ત્યારબાદ ભારત આવ્યો અને હોટલ તાજ, હોટલ ઓબરોય, નરીમન હાઉસ અને લિયોપોલ્ડ કાફે ગયો અને ત્યાંતિને જાણવાનું કામ કર્યું. ત્યાંથી ગયા બાગ તેણે પ્લાન બનાવવા માટે આઇએસઆઇ અને લશ્કરને મદદ કરી. હેડલી હાલ અમેરિકાની જેલમાં છે.

મેજર સમીર અલી
આઇએસઆઇના વધુ એક અધિકારીનું નામ છે મેજર સમીર અલી, જેમે હુમલાવરોને ટ્રેનિંગ આપી હતી. પાકિસ્તાન હજુ પણ એ માનવા તૈયાર નથી કે મેજર સમીર અલી નામની વ્યક્તિ કોઇ વ્યક્તિ છે.

અબૂ હમજા
અબૂ હમજા 26/11 હુમલાવરોનો મુખ્ય ટ્રેનર હતો. આ એ વ્યક્તિ છે જેણે આઇએસઆઇ બેંગ્લોરમાં હુમલો કર્યો હતો. આ પણ તે સમયે કંટ્રોલ રૂમમા હતો.

જરાર શાહ
લશ્કર એ તૈયબાના ચીફ કમાન્ડર ક્મ્યુનિકેશન જરાર શાહે આતંકીઓને સમુદ્રના રસ્તા જતી વખતે સંપર્ક સાધવાની ટ્રેનિંગ આપી હતી. એ વાત હાલ સચોટપણે કહી શકાય નહીં કે તે પાક જેલમાં છે કે આઝાદ ફરી રહ્યો છે.

તહવ્વુર હૂસૈન રાણા
તહવ્વુર હૂસૈન રાણા પાકિસ્તાની આતંકવાદી છે, જે કેનેડામાં રહેતો હતો. તેણે ડેવિડ હેડલીને મુંબઇ આવવા માટે મદદ કરી હતી. આ વ્યક્તિ એ તેને પૈસાની વ્યવસ્થા પણ કરાવી હતી.

અજમલ કાસબ અને 10 આતંકી
સાચું માનો તો અજમલ કસાબ અને તેના 10 સાથી હાફિઝ સઇદથી લઇને રાણા સુધીના લોકોની કઠપૂતળી બન્યા અને એકે-47 લઇને મુંબઇમાં ઘુસી ગયા.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
