For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંધુ બોર્ડર પર ફ્રીલાંસ પત્રકાર મનદીપ પૂનિયાની ધરપકડ, SHO સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ

સિંધુ બોર્ડર પર ફ્રીલાંસ પત્રકાર મનદીપ પૂનિયાની ધરપકડ, SHO સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ

|
Google Oneindia Gujarati News

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો પાછલા 67 દિવસથી આંદોલન કરી રહ્યા છે. આ દરમ્યાન દિલ્હી પોલીસે એક સ્વતંત્ર પત્રકાર મનદીપ પૂનિયાની ધરપકડ કરી છે. તેના પર પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો અને સરકારી કામમાં બાધા નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મી મનદીપ સિંહને જબરદસ્તી લઈ જતા જોવા મળી રહ્યા છે.

mandeep singh

જાણકારી મુજબ મનદીપ બે મીડિયા હાઉસ માટે ફ્રીલાંસ કામ કરતા હતા. સિંધુ બોર્ડર પર રિપોર્ટિંગ દરમ્યાન જ્યારે મનદીપ બંધ રસ્તા અને બેરિકેડ તરફ આગળ વધ્યા ત્યારે આ ઘટના બની. દિલ્હી પોલીસના SHOએ તેના પર અભદ્રતાનો આરોપ લગાવ્યો છે. પોલીસ મુજબ ધર્મેન્દ્ર સિંહ નામના અન્ય એક શખ્સને થોડા સમય માટે કસ્ટડીમાં લઈ લીધો હતો, પરંતુ જ્યારે તેણે પ્રેસ આઈડી કાર્ડ દેખાડ્યું તો તેને છોડી દેવામાં આવ્યો.

તિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો, મન કી બાતમાં બોલ્યા PM મોદીતિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો, મન કી બાતમાં બોલ્યા PM મોદી

ધરપકડના થોડા કલાક પહેલા પત્રકાર મનદીપ પૂનિયાએ સિંધુ બોર્ડર પર થયેલ હિંસા વિશે ફેસબુક લાઈવ કર્યું હતું. આ દરમ્યાન તેણે જણાવ્યું હતું કે કેવી રીતે સ્થાનિક લોકો પોલીસની હાજરીમાં પ્રદર્શનકારીઓ પર પથ્થરમારો કરી રહ્યા છે. પત્રકારનો આરોપ છે કે કોઈ કારણસર તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમની ટીમે સુરક્ષાને ધ્યાનમાં રાખી બેરિકેટ્સ લગાવી રાખ્યા હતા. મનદીપે તેને પાર કરવાની કોશિશ કરી, જ્યારે ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેનું આઈડી કાર્ડ માંગ્યો તો તેમણે આઈડી કાર્ડ દેખાડવાનો ઈનકાર કરી દીધો. આ ઉપરાંત તેમણે પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો. જે કારણે તેની ધરપકડ કરવામાં આવી.

સિંધુ બોર્ડર પર સુરક્ષા વધી

જણાવી દઈએ કે ટેક્ટર રેલી હિંસા દરમ્યાન જ્યારે ત્રિરંગાનું અપમાન થયું તો મોટી સંખ્યામાં ખેડૂતો નારાજ થયા અને ઘરે જવા લાગ્યા. જે બાદ આંદોલન કમજોર થતું દેખાતાં ભારતીય ખેડૂત સંગઠનના રાકેશ ટિકૈત ભાવુક થઈ ગયા. જેના પર કેટલીય જગ્યાએ મહાપંચાયત થઈ અને ખેડૂતો દિલ્હીને લાગતી સીમાઓ પર પાછા આવી ગયા. એવામાં બધા જ પ્રદર્શન સ્થળો પર સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે.

English summary
Freelance journalist Mandeep Poonia arrested at sindhu border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X