કોલકતામાં વરસ્યો મેહુલો, છત્રીએ આપ્યો સહારો
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ પર તીખા શબ્દોમાં શાયરાના અંદાજમાં પ્રહાર કર્યા હતા. તો મુંબઇમાં પીવીઆર આઇમેક્સના લોન્ચિંગ વખતે હાજર રહેલા અભિનેતા આમિર ખાન. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

પીવીઆ આઇમેક્સ થીએટરનું લોન્ચિંગ
મુંબઇમાં પીવીઆર આઇમેક્સ થીએટરના લોન્ચિંગ દરમિયાન હાજર રહેલો બોલિવુડ અભિનેતા આમિર ખાન.

હૈદરાબાદમાં ચલો વિધાનસભા રેલી
પ્રો તેલંગણા સમર્થકો દ્વારા હૈદરાબાદમાં ચલો વિધાનસભા રેલી યોજી હતી.

કોલકતામાં વરસાદ
કોલકતામાં વરસાદ દરમિયાન છત્રીનો સહારો લઇને પોતાના રોજીંદા કામ માટે જઇ રહેલા કોલકતાવાસીઓ.

હૈદરાબાદમાં હિંસક વિરોધ
હૈદરાબાદમાં ઓસમાનિયા યુનિવર્સિટી ખાતે પ્રો તેલંગણા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર અને હિંસક બની ગયું હતું, જે દરમિયાન પોલીસે આસું ગેસના ગોળા છોડ્યા હતા.

ઓબામાને પાઠવેલો પત્ર
હોંગકોંગમાં પ્રો ડેમોક્રેટિક લેજિસ્લેટર ક્લાઉડિયા મો હોલ્ડ્સ એ પત્ર દર્શાવી રહ્યાં છે જે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પાઠવવામાં આવ્યો હતો.

ઇરાનમાં મતદાન
ઇરાનના થહેરાનથી 125 કિમી દૂર આવેલા કુઓમ ખાતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન કરી રહેલા મતદારો.

નિર્મલાનંદાંથા સ્વામી સાથે અખિલેશ યાદવ
બેંગ્લોરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની નિર્મલાનંદાંથા સ્વામી.

ઇન્ડિયા ડે ઇવેન્ટ
લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે પહેલા ઇન્ડિયા ડે નિમિત્તે હાજર રહેલા ભાજપી નેતા અરૂણ જેટલી અને કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શિદ.

યુપીમાં એસઓની હત્યા
અલ્હાબાદના બારામાં હત્યારાઓ દ્વારા એસઓ રાજેન્દ્ર પ્રસાદ દ્વિવેદીની હત્યા કર્યા બાદ આંક્રદ કરી રહેલા પરિવારજનો.

શાબ એ મેહરાજ
શુક્રવારે શ્રીનગરમાં શાબ એ મેહરાજના ફોલોઅર્સ હઝરત બલ ખાતે પ્રાર્થના કરી હતી.

નાસિકમાં ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ
નાસિકમાં એક ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના ઉદ્દઘાટન દરમિયાન હાજર રહેલા મહારાષ્ટ્ર પીડબલ્યુડી મંત્રી છગન ભુજબળ અને કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવાર.

દુઆ કરતે હૈ જીને કી ઓર દવા દેતે હૈ મરને કી
પટના ખાતે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, દુઆ કરતે હૈ જીને કી ઓર દવા દેતે હૈ મરને કી.












Click it and Unblock the Notifications
