અપહરણ કરાયેલી વિદ્યાર્થિનીને શોધવા ફેસબુક પર ઝૂંબેશ
પટણા, 31 ઓક્ટોબર: બિહારમાં અપહરણ કરાયેલી 12 વર્ષની વિદ્યાર્થિનીને શોધવા તેના મિત્રોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એક અભિયાનની શરૂઆત કરી છે. અપહરણ કરાયેલી આ વિદ્યાર્થિનીને શોધવામાં રાજ્ય પોલીસના ઉદાસીનતાભર્યા વલણને પગલે તેના શાળાના મિત્રોએ તેને શોધવા માટે આ ઝૂંબેશ હાથ ધરી છે.

જોકે પોલીસ નવરુનાની ભાળ મેળવવામાં નિષ્ફળ ગઇ હતી. માટે નવરુનાના મિત્રોએ ફેસબુક પર એક 'સેવ નવરુના ગ્રૂપ' નામનું પેજ બનાવીને તેની શોધખોળ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે.
આ પેજમાં તેમણે લખ્યું છે કે 'અરુણાને નહીં બિહારની દિકરીને બચાવો. આજે અરુણાની સાથે થયું છે કાલે તમારી સાથે પણ થઇ શકે છે. જો કોઇને પણ અરૂણા અંગેની માહિતી મળે તો તુરંત મુઝફ્ફરપુર પોલીસને તેની જાણ કરો.'












Click it and Unblock the Notifications
