For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થતા આ વસ્તુઓ કાયમ માટે બંધ થઈ જશે!

પ્લાસ્ટિક લોકોના જીવનનો એક ભાગ બની ગયુ છે. બજારમાંથી માલ લાવવાથી લઈને વસ્તુઓ પેકિંગ સુધી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આગામી વર્ષથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્લાસ્ટિક લોકોના જીવનનો એક ભાગ બની ગયુ છે. બજારમાંથી માલ લાવવાથી લઈને વસ્તુઓ પેકિંગ સુધી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આગામી વર્ષથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. 1 જુલાઈ, 2022 પછી દેશમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓના ઉત્પાદન સ્ટોકિંગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

2022 જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થશે

2022 જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થશે

કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ-2021 હેઠળ આવતા વર્ષે જુલાઈથી પ્રતિબંધિત કરવા માટેની વસ્તુઓની યાદી બહાર પાડી છે. જેમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી ઘણી વસ્તુઓ શામેલ છે. આપણે આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં વાપરીએ છીએ.

આ તમામ વસ્તુઓ બંધ થઈ જશે

આ તમામ વસ્તુઓ બંધ થઈ જશે

1. ઈયર બર્ડ્સ અને પ્લાસ્ટિક સ્ટિક
2. ફુગ્ગા સાથે આવતી પ્લાસ્ટિક સ્ટિક
3. પ્લાસ્ટિકના ધ્વજ
4. કેન્ડી અને આઈસ્ક્રીમ સ્ટિક
5. ડેકોરેશન માટેના થર્મોકોલ
6. પ્લાસ્ટિક વાસણો જેમ કે પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી, છરી અને ટ્રે
7. મીઠાઈના બોક્સ, આમંત્રણ કાર્ડ અને સિગારેટના પેકેટને લપેટવામાં આવતું પ્લાસ્ટિક
8. 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક અને પીવીસી બેનર

કેરી બેગની જાડાઈ 75 માઈક્રોન સુધી વધારાશે

કેરી બેગની જાડાઈ 75 માઈક્રોન સુધી વધારાશે

પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર 30 સપ્ટેમ્બર, 2021 થી પ્લાસ્ટિક કેરી બેગની જાડાઈ 50 માઇક્રોનથી વધારીને 75 માઇક્રોન કરાશે. 31 ડિસેમ્બર 2022 થી આ 120 માઇક્રોન સુધી વધારાશે. જો કે હાલ ખાતર બેગની જાડાઈ પર કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ તેના વેચાણ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પરવાનગી લેવી પડશે. ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ જૂન 2018 માં જાહેરાત કરી હતી કે તેમની સરકાર 2022 સુધીમાં દેશમાં તમામ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરશે.

English summary
From this date, single use plastic will be discontinued and these items will be discontinued forever!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X