પત્ની સાથે કર્યો ‘બાઝીગર'ના ગીત પર ડાંસ, વીડિયો એવો કે હસવાનું રોકી નહિ શકો

એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે ફિલ્મ બાઝીગરના ગીત પર ડાંસ કરી રહ્યો છે.

ચીની મોબાઈલ એપ ટિક ટૉક સોશિયલ મીડિયા પર એવુ છવાયેલુ છે કે માનો લોકોના મનોરંજનનું સાધન બની ગયુ છે. આ એપ દ્વારા ઘણી વાર એવા વીડિયો સામે આવે છે કે લોકો જોઈને લોટપોટ થઈ જાય. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે ફિલ્મ બાઝીગરના ગીત પર ડાંસ કરી રહ્યો છે.

જબરદસ્ત ઉત્સાહ સાથે નાચતો દેખાયો વ્યક્તિ

વાયરલ થઈ રહેલા ટિક ટૉકનો આ વીડિયો એટલો ફની છે કે લોકો આને ખૂબ શેર કરી રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિ જેટલો ઉત્સાહિત દેખાઈ રહ્યો છે એટલી જ શુષ્ક તેની પત્ની દેખાઈ રહી છે. આ વીડિયોને ટ્વીટર પર રચિત શર્મા નામના અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો. આને અત્યાર સુધીમાં ઘણી વાર શેર કરવામાં આવી ચૂક્યો છે.

લગ્નમાં પડી માથા પર લાત

ટિક ટૉક એપ દ્વારા એવા એક ડાંસનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. વીડિયો કોઈ લગ્નનો જોવા મળી રહ્યો છે જ્યાં એક વ્યક્તિ નશાની હાલતમાં સ્ટેજ પર બિન્દાસ નાચી રહ્યો છે. એટલામાં તે નીચે કૂદે છે અને પછી જે થાય છે મઝાનું છે. નશામાં ધૂત વ્યક્તિ જ્યારે સ્ટેજથી નીચે કૂદે છે તો તેના પગ નીચે ઉભેલા વ્યક્તિના માથા પર વાગી જાય છે. હવે બીજો વ્યક્તિ ગુસ્સે થઈને તેને એક મુક્કો મારી દે છે પરંતુ એને જવાબ આપવાની જગ્યાએ તેની પ્રાથમિકતા ડાંસ છે. પછી બીજા વ્યક્તિનો ગુસ્સો પણ ઠંડો થઈ જાય છે અને બંને નાચવાનું શરૂ કરી દે છે.

લગ્નમાં પબ્જી રમનાર વરરાજ

લગ્નમાં પબ્જી રમનાર વરરાજ

મોબાઈલ ગેમ પબ્જી રમતા વરરાજનો એક ટિક ટૉક વીડિયો વાયરલ થયો હતો. આ એ સમયનો છે જ્યારે તેના લગ્ન થઈ રહ્યા હતા. આ દરમિયાન વરરાજા અને નવવધુ સ્ટેજ પર બેઠા છે. લગ્નમાં આવેલા મહેમાન તેમને પોતાના આશીર્વાદ અને ગિફ્ટ આપવા આવી રહ્યા છે. જો કે વરરાજા એટલો વ્યસ્ત છે કે તેને આ બધાથી કોઈ મતલબ નથી. બાજુમાં બેઠેલી પોતાની નવવધુ તરફ પણ તેનુ ધ્યાન નથી. તે બસ પબ્જી રમવામાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X