G20 Summit 2023 : દિલ્હીમાં જો બાઈડન અને પીએમ મોદી વચ્ચે બેઠક, જાણો ક્યાં મુદ્દે થઈ રહી છે ચર્ચા?
9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહેલી G-20 સમિટ પહેલા વિશ્વના મોટા નેતાઓ ભારત પહોંચ્યા છે અને દ્વિપક્ષિય મંત્રણાઓ શરૂ થઈ છે. આ ક્રમમાં જ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રમોદી જો બાઈડન વચ્ચે બેઠક યોજાઈ રહી છે.

દિલ્હી પહોંચ્યા બાદ જો બાઈડેન વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક માટે તેમના નિવાસ સ્થાને પહોચ્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યુ કે, આ બેઠકમાં બંને નેતાઓ જૂનમાં વડાપ્રધાન મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા કરી શકે છે. જેમાં GE જેટ એન્જિન ડીલ અને પ્રિડેટર ડ્રોનની ખરીદી સામેલ છે.
આ સિવાય આ બેઠકમાં 5G અને 6G સ્પેક્ટ્રમ, યુક્રેન, નાગરિક પરમાણુ ક્ષેત્રમાં પ્રગતિ અને ઉભરતી તકનીકો પર પણ ચર્ચા કરી શકે છે. અહીં જેક સુલિવને એ અહેવાલોની પૃષ્ટી ન કરી, જે કહેવાયુ છે કે યુ.એસ. ભારત અને આરબ દેશો સાથે ગલ્ફ દેશો અને અન્ય આરબ દેશોને જોડવા માટે મોટા રેલ સોદાની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ એક પહેલ છે, જેમાં યુએસએ સાથીદારો સાથે તેનો પ્રયાસ કર્યા છે.
તેમણે કહ્યું કે, અમારું માનવું છે કે ભારતથી સમગ્ર મધ્ય પૂર્વથી યુરોપ સુધીની કનેક્ટિવિટી મહત્વપૂર્ણ છે અને તેનાથી સંકળાયેલા તમામ દેશોને મહત્વપૂર્ણ આર્થિક લાભ તેમજ વ્યૂહાત્મક લાભ મળશે.
તેમણે કહ્યું કે, હજુ આ અંગે વધુ કહી શકાય તેમ નથી. રાષ્ટ્રપતિ બાઈડન વડાપ્રધાન મોદી સાથે સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તે G-20 નેતાઓ સાથે બેઠકો કરશે.
Prime Minister Narendra Modi and US President Joe Biden are holding talks at 7, Lok Kalyan Marg in Delhi. Their discussions include a wide range of issues and will further deepen the bond between India and USA: PMO pic.twitter.com/FxZ7SwWhde
— ANI (@ANI) September 8, 2023
જણાવી દઈએ કે, વિયેતનામ જતા પહેલા જો બાઈડન રવિવારે રાજઘાટ મેમોરિયલની મુલાકાત લેશે. G-20 ગ્રુપમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન અને અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતના દેશ સામેલ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
