આડવાણી જેવી હાલત થઇ છે ગડકરીની: બાલ ઠાકરે

શિવસેના સુપ્રિમો બાલ ઠાકરેનું કહેવું છે કે 2005 પાકિસ્તાનમાં આડવાણીએ ઝીણાને ધર્મનિરપેક્ષ ગણાવ્યા હતા. જેને લઇને ભારતમાં ખુબ વિવાદ થયો હતો.
ત્યારબાદ આડવાણીને ભાજપા અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતુ. શું સ્વામી વિવેકાનંદ અને દાઉદની તુલના કરવાથી સંઘ ગડકરી સાથે પણ એવું જ કરશે કે પછી સંઘ ગડકરીના નિવેદન સાથે છે?
પાર્ટીના મુખપત્ર સામનામાં ઠાકરેએ લખ્યું છે કે ગડકરીએ સફાઇ આપતા કહ્યું છે કે તેમણે દાઉદ સાથે વિવેકાનંદની તુલના ન્હોતી કરી, પરંતુ પક્ષનો કોઇપણ નેતા તેમના સમર્થનમાં આગળ ના આવ્યો. ગડકરીની હાલત એવી જ છે કે સુખમાં બધા સાથી દુ:ખમાં ના કોઇ!
ઉલ્લેખનીય છે કે જ્યારે ગડકરી પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા ત્યારે પણ ઠાકરેએ ગડકરીનો બચાવ કર્યો હતો.












Click it and Unblock the Notifications
