શત્રુધ્ન સિંહાએ પણ ગડકરી વિરૂદ્ધ ખોલ્યો મોરચો

ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે યશવંત સિંહા અને રામ જેઠમલાણીની માંગણીને લઇને મુદ્દે વિચારાત્મક રૂપથી તેમની સાથે છું. બંનેની માગણીઓને ગંભીરતાથી લેવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે રામ જેઠમલાણીએ નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરતી વખતે દાવો કર્યો હતો કે યશવંત સિંહા, શત્રુધ્ન સિંહા અને જશવંત સિંહ તેમની ખૂબ જ નજીક છે.
નિતિન ગડકરીના મુદ્દે શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું કે તે મારા મિત્ર છે, પરંતુ એક જવાબદાર પદ સંભાળનાર વ્યક્તિ ફક્ત ઇમાનદાર હોવો જોઇએ એટલું જ નહી પરંતુ ઇમાનદાર દેખાવવો પણ જોઇએ. સિંહા અને જેઠમલાણીની પ્રશંસા કરતાં ભાજપના નેતાએ કહ્યું હતું કે બંનેમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે, પરંતુ હાલમાં ભાજપમાં વડાપ્રધાન માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી છે.
બિહારી બાબૂના નિવેદન બાદ નિતિન ગડકરી પાસે રાજીનામાની માંગણી કરનાર યશવંત સિંહાને ફરી એકવાર બળ મળી ગયું છે. આ પહેલાં રામ જેઠમલાણી અને પુત્ર મહેશ જેઠમલાણીએ નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરી કરી હતી.
સીબીઆઇના નિર્દેશક રૂપમાં બિહાર કેડરના આઇપીએસ રંજીત સિંહાને લઇને ભાજપમાં ઘમાસણ મચેલું છે. લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે પત્ર લખી સરકારના સિંહાની નિયુક્તિ પર ફરીથી વિચાર કરવા કહ્યું છે.
રંજીત સિંહા પ્રકરણ પર શોટગને કહ્યું હતું કે સીબીઆઇ જેવા મહત્વપૂર્ણ સંગઠનને નેતૃત્વ વિહીન રાખી ન શકાય. નવા નિર્દેશકની નિયુક્તિમાં નિપષ્ક્ષ પ્રક્રિયા અપનાવવી જોઇએ. સીબીઆઇ નિર્દેશક જેવા પદ માટે રંજીત એક વરિષ્ઠ અને સક્ષમ અધિકારી છે.












Click it and Unblock the Notifications
