ગેંગરેપ કેસ: ગડકરીએ સોનિયાને પગલાં લેવા જણાવ્યું

nitin gadkari
મુંબઇ, 22 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ દિલ્હીમાં બનેલી ચાલતી બસમાં સામુહિક બળાત્કારની ઘટનાને વખોડી કાઢી દોષીઓને કડક સજા કરવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આહ્વાન કર્યું છે.

નીતિન ગડકરીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં જણાવ્યું કે દિલ્હીમાં બનેલી આ બળાત્કારની ઘટના દેશ માટે શરમજનક બાબત છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં અને કેન્દ્રમાં કોંગ્રેસની જનતા છે છતાં મહીલા હોવાની ઋણે સોનિયા ગાંધી અને શીલા દીક્ષિતે આ અંગે કડક કાર્યવાહી કરવી જોઇએ અને દોષિતોને યોગ્ય પાઠ ભણાવવો જોઇએ.

નીતિન ગડકરીએ ઇન્ડિયા ગેટ પર વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને પાણીનો મારો કરવાનો વિરોધ નોંધાવતા કહ્યું કે દિલ્હી અને કેન્દ્રની સરકાર દ્વારા દોષીઓને કડક સજા કરવાને બદલે પ્રદર્શનકારીઓ પર પોલીસબળનો ઉપયોગ કરી રહી છે, તેમની પર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે મને આશા છે કે એક મહિલા હોવાના નાતે સોનિયા ગાંધી આ અંગે કોઇ ઠોસ નિર્ણય લઇને દોષીતોને કડકમાં કડક સજા આપે.

નોંધનીય છે કે રવિવારે મોડી રાત્રે આ 23 વર્ષની મેડિકલ વિદ્યાર્થિનીની સાથે વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં ગેંગરેપ કરાયો હતો અને તેને ચાલતી બસમાંથી તેના મિત્રની સાથે ફેંકી દેવામાં આવી હતી. આ કૃત્ય કરનાર પાંચેય અપરાધીઓને દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે આ મામલાની સુનવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X