ગેંગરેપની ચાર્જશીટ તૈયાર, પીડિતાને બસથી કચડવાનો પ્રયત્ન
નવી દિલ્હી, 1 જાન્યુઆરી: દિલ્હી ગેંગરેપ કેસમાં ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે. જેમાં આરોપીઓ પર લૂંટ અને હત્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કારણ કે આ તમામ આરોપીઓએ પીડિતાને બસ નીચે કચડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ચાર્જશીટમાં આરોપીઓ પર આઇપીસીની ધારા 396 અને ધારા 302 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા છે. જેનો અર્થ એ થયો કે આરોપીઓની સામે લૂંટ અને હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેના કારણે તેમને કડકમાં કડક સજા મળે.

ત્યારબાદ આરોપીઓ યુવતીને બસમાં પાછળ લઇ ગયા, જ્યાં તેની પર સામુહીક બાળાત્કાર ગુજાર્યો. રામસિંહ, વિનય અને અક્ષય એ ત્રણ આરોપીઓથી બચવા પીડિતાએ તેમને બચકા પણ ભર્યા. ત્રણેય આરોપીઓના શરીર પરના આ નિશાનોના સેમ્પલને ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોપી રામસિંહે ઘટના બાદ બસને પાણીથી ધોઇ નાખી હતી અને કેટલાંક કપડા પણ સળગાવી દીધા હતા. બે લોકોએ તેને આવું કરતા જોયો હતો જે હવે પોલીસના સાક્ષીઓ છે.
આની સાથે પોલીસે સાકેત મોલથી એ દિવસે સાંજે સાડા પાંચથી લઇને સાડા આઠ વાગ્યાની વચ્ચેનું સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધું. આમાં બંને પીડિત મોલમાં દેખાઇ રહ્યા છે. પોલીસને ફોન દ્વારા ઘણા મહત્વના પૂરવા મળ્યા છે. કોલ ડિટેલ્સથી ખબર પડી છે કે પીડિતા યુવતીના મિત્રનો મોબાઇલ લૂંટ્યા બાદ એક મોબાઇલ પર આરોપીઓએ બે કોલ રીસિવ કર્યા હતા જેના કારણે એ સાફ થઇ ગયું કે તે લોકો એક સાથે હતા.
ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરના રોજ પીડિત વિદ્યાર્થિની સાથે ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારાયો હતો. બળાત્કારીઓને હેવાનીયતની હદ પાર કરી તેને ચાલતી બસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં ફેંકી દીધી. પીડિત વિદ્યાર્થિનીને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલ અને સિંગાપૂરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર અપાઇ, પરંતુ તેને બચાવી શકાઇ નહી. 29 ડિસેમ્બરના રોજ પીડિત યુવતીનું સિંગાપૂરની હોસ્પિટલમાં નિધન થયું હતું.
આ વચ્ચે દિલ્હી ગેંગરેપ પીડિતાનો ફોરેન્સિક રિપોર્ટ અને ડિએનએ રિપોર્ટ આજે મંગળવારે દિલ્હી પોલીસને મળી શકે છે. ત્યારબાદ દિલ્હી પોલીસ આ કેસમાં વધુ કાર્યવાહી આગળ વધારશે. આ રિપોર્ટ દ્વારા પોલીસને તપાસમાં સરળતા રહેશે અને દોષિઓને સખત સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.












Click it and Unblock the Notifications
