For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારના દોષિતોને આકરી સજા મળેઃ સોનિયા

By Super
|
Google Oneindia Gujarati News

sonia gandhi
જિંડ(હરિયાણા), 09 ઑક્ટોબરઃ હરિયાણાના જિંડ ખાતે સામુહિક બળાત્કારનો ભોગ બનેલી દલીત તરૂણીના પરિવારને મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી મળ્યા હતા. પરિવારને મળ્યા બાદ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે, આ પ્રકારનું અવમાનવિય કૃત્ય કરનારાઓને આકરામાં આકરી સજા મળવી જ જોઇએ.

સચ્ચા ખેરા ગામ ખાતે પીડિતાના પરિવારને મળી સોનિયા ગાંધી તેમના દુઃખમાં સહાભાગી થયા હતા અને શક્ય તેટલી મદદ કરવા અંગે જણાવ્યું હતું. પત્રકારોને સંબોધતા તેઓએ કહ્યું," માત્ર હરિયાણામાં જ આ પ્રકારનું કૃત્ય થતું નથી, પરંતુ બધે થાય છે. આ અધમ કૃત્ય કરનારાઓનો આકરામાં આકરી સજા મળવી જોઇએ."

સોનિયા ગાંધી સાથે હરિયાણાના મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હૂડા, કેન્દ્રીય મંત્રી કુમારી શેલ્જા, હરિયાણાના મંત્રી રણદીપ સિંહ સુરજેવાલા અને કોંગ્રેસના સાંસદ અશોક તનવાર ઉપસ્થિત રહ્યાં હતા. ખાપ દ્વારા બળાત્કારની ઘટનાને અટકાવવા અંગે છોકરીઓના લગ્નની ઉમર 16 વર્ષની કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નકાર્યો હતો.

તેમણે કહ્યું, " આપણે લોકશાહીમાં જીવીએ છીએ, જ્યા આપણી પાસે ન્યાયતંત્ર છે અને કાયદો ન્યાયતંત્ર પાસે છે અન્ય કોઇ પાસે નથી." મહિલાઓ પર થતાં અત્યાચારને રોકવામાં નિષ્ફળ રહેલી હરિયાણા સરકારને ચારેકોરથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Sonia Gandhi today met the family of a Dalit teenaged girl, who immolated herself after being allegedly gang-raped in this district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X