For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગ રેપ : દિલ્હી સરકારની આંખ ખૂલી : હેલ્પલાઇન નંબર 167 લોન્ચ કર્યો

|
Google Oneindia Gujarati News

helpline-167
નવી દિલ્હી, 24 ડિસેમ્બર : વૈશ્વિક સ્તરે ટીકા પામેલા દિલ્હીના ગેંગ રેપની ઘટનાને એક સપ્તાહ ઉપરાંતનો સમય વીતી ગયા બાદ સોમવારે દિલ્હી સરકારની આંખ ઉઘડી છે. ઘટનાની ગંભીરતાની અત્યાર સુધી અવગણના કરનાર દિલ્હી સરકારે દિલ્હીમાં છોકરીઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર 167ની જાહેરાત કરી છે.

આજે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે લોકમાંગણીને ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો છે. આ નંબર પર મહિલાઓ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ નંબર પર મુખ્યમંત્રીનો સીધો સંપર્ક કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગ રેપની ઘટના બાદ દેશભરમાં ઉઠેલા વિરોધ વંટોળને પગલે વડાપ્રધાન મનમોહનસિંહે પણ દેશની જનતાને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારે પણ ત્રણ દીકરીઓ છે. આપની લાગણી અને ચિંતા હું અનુભવી શકું છું. અમે મહિલાઓની સલામતીની દરકાર કરીશું.

આ ગંભીર ઘટનાક્રમમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (ઉપ રાજ્યપાલ) તેજેન્દ્ર ખન્નાએ પોતાની અમેરિકાની મુલાકાત ટૂંકાવી દીધી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળીને કડક પગલાં લેવા માટે બેઠક યોજી હતી. આ ઉપરાંત તેમાં જવાબદાર સુરક્ષાકર્મીઓને બરતરફ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતી વનઇન્ડિયાના દૈનિક ન્યુઝ લેટર પર સબસ્ક્રાઇબ થવા માટે અહીં ક્લિક કરો.

English summary
Gangrape : Delhi government's eyes opened: helpline number 167 launched.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X