હોટલમાં કર્યો ગેંગરેપ, CCTVના આધારે ત્રણની ધરપકડ

શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના પીઆઇ નાથૂલાલના જણાવ્યા અનુસાર પીડિત યુવતીનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવી છે,અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 18 વર્ષીય પીડિત યુવતી પર ગેંગરેપ કરનારાઓમાં એક યુવતીનો ઓળખીતો પણ હતો.
જાણકારી અનુસાર યુવતીએ સોમવારે બપોરે પોલીસ સ્ટેશન પહુંચીને ફરિયાદ કરી કે તે તેના ઘરેથી મોબાઇલની દુકાને મોબાઇલ ઠીક કરાવવા જઇ રહી હતી. દરમિયાન તેને ઓળખીતા મોન્ટુએ રોકી લીધી અને બનીપાર્કમાં આવેલી એક હોટેલમાં લઇ ગયો.
હોટલમાં પહુંચતા જ મોન્ટુએ યુવતી સાથે દુષ્કર્મ કરવાનું ચાલુ કર્યું. ત્યારબાદ તેના દોસ્ત મુકેશ, લાલા તેમજ મખ્ખન પણ આવ્યા અને યુવતી સાથે મારામારી કરીને વારા ફરથી તેને હવસનો શિકાર બનાવી. જોકે સીસીટીવી ફૂટેજના આધારે ચાર આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
