For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ તટના ONGCના કુવામાંથી ગેસ લીક, હજુ સુધી ખતરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bhopal-gastragedy
મુંબઇ, 20 જુલાઇ: ઓએનજીસીના મુંબઇ તટના ગેસના કુવામાંથી ગેસ લીકેજ થવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. સરકારી કંપની ઓએનજીસીના દ્વારા મુંબઇ તટના કુવામાંથી ગેસ નિકાળવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક ગેસ લીકેજ થતો હોવાની ખબર પડી. તમને જણાવી દઇએ કે ગેસ લીકેજના સતત કેસ સામે આવી રહ્યાં છે. આ પહેલાં પણ બે-ત્રણ કેસ જોવા મળ્યા છે. ગેસ લીક હોવાના સમાચાર મળતાં જ કર્મચારીઓની સુરક્ષાને જોતાં બધા કર્મચારીઓને સર્તક કરી દેવામાં આવ્યા અને ઘણા કર્મચારીઓને ત્યાં હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ગેસ કાઢવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. જો કે ઓએનજીસીનું કહેવું છે કે કોઇ જાનમાલને નુકશાન થયું નથી.

કોઇ બ્લાસ્ટ નહી
જાણકારી અનુસાર ઓએનજીસીના મુંબઇ તટના કુવામાંથી ગેસ લીક થતાં કોઇ ધમાકો થયો નથી. જ્યારે ખતરો હજુ પણ છે. તેને જોતાં ઉચ્ચાધિકારીઓએ ગેસ કાઢવાનું કામ અટકાવી દિધું છે. ઓએનજીસી મુંબઇ હાઇ નોર્થ ફિલ્ડના એનએઅ પ્લેટફોર્મ દ્વારા સાઇડ ટ્રેક વેલમાં ઉત્ખન્ન કરી રહી હતી જેમાં ગેસ લીકેજના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને ઓછી ઉંડાઇમાં ગેસ નિકળવાની આશા ન હતી એટલા માટે ખોદકામ ચાલુ રાખ્યું હતું. પરંતુ અચાનક ગેસ નિકળવાનું શરૂ થઇ ગયું. જો કે બધી સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે.

આ છે તૈયારીઓ
ગેસ લીક થયા બાદ અધિકારીઓએ ખતરાને જોતાં તૈયારી કરી છે. જાણકારી અનુસાર ગેસ નિકાળવાનું અભિયાન અટકાવીને ફાયરબ્રિગેડ ઉપકરણોની વ્યવ્યસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ગેસ કાઢવાના અભિયાન દરમિયાન ગેસ લીકેજવાળા સ્થળ પર એંસી વધુ લોકો હતા જેમાંથી પસાચ ટકા કર્મચારીઓને ત્યાં ખસેડી દેવામાં આવ્યા છે.

English summary
Gas leak in ONGC's well situated at Mumbai's coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X