For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં પણ કર્ણાટક જેવા હાલાત? કોંગ્રેસી સાંસદો અને ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો

કેરળમાં પણ કર્ણાટક જેવા હાલાત? કેટલાય કોંગ્રેસી સાંસદો અને ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો

|
Google Oneindia Gujarati News

કોચ્ચિઃ કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને સહયોગી પીસી જ્યોર્જે રવિવારે દાવો કર્યો કે રાજ્યથી કોંગ્રેસના છ સાંસદો અને ત્રણ ધારાસભ્યો ભાજપ કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને ત્યાં દળ બદલાવે તેવી સંભાવના છે. કોંગ્રેસના પૂંજર ક્ષેત્રથી ધારાસભ્યએ આ દાવાને ફગાવતાં તેમણે કહ્યું કે માત્ર મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે નિવેદનબાજી કરવામાં આવી રહી છે. જ્યોર્જની કેરળ જનપક્ષમ સેક્યુલર પાર્ટી હાલમાં જ રાજ્યમાં ભાજપના નેતૃત્વવાળા રાજગનો ભાગ બની. તેમણે એવા સમયે આ દાવો કર્યો છે જ્યારે કર્ણાટક અને ગોવમાં પોતાના ધારાસભ્યોના પક્ષપલટાથી કોંગ્રેસને ફટકો લાગ્યો છે.

કોંગ્રેસીઓ ભાજપના સંપર્કમાં

કોંગ્રેસીઓ ભાજપના સંપર્કમાં

પોતાની પાર્ટીની પ્રદેશ કમિટીની બેઠક બાદ કોટ્ટાયમમાં જ્યોર્જે પત્રકારોને કહ્યું કે, મને જાણવા મળ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસના 6 સાંસદો અને ત્રણ ધારાસભ્યો ભાજપ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરી રહ્યા છે. જો કે તેમણે આ મામલે વધુ જાણકારી આપવાની હાલ ના પાડી દીધી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ખરેખર કર્ણાટકની જેમ જ કેરળના પણ હાલ ખરાબ થવાના છે?

કેરળમાં પણ કર્ણાટક જેવા હાલાત?

કેરળમાં પણ કર્ણાટક જેવા હાલાત?

જો કે બાદમાં પીટીઆઈ દ્વારા સંપર્ક કરવામાં આવતાં વરિષ્ઠ ધારાસભ્યએ કહ્યું કે આ વાતચીત વિશે તેઓ વિસ્તૃત જાણકારી ન આપી શકે પરંતુ તેમણે દાવો કર્યો કે કેરળમાં કોંગ્રેસ ખેમાથી ભાજપમાં લોકો જશે. જ્યોર્જે કહ્યું કે તેમનો દાવો જલદી જ સાબિત થશે. તેમના દાવાને ફગાવતા કેપીસી ઉપાધ્યક્ષ વીડી સતીસને કહ્યું કે કોઈપણ જ્યોર્જને ગંભીરતાથી નથી લેતું કેમકે તેઓ બડબોલા છે. સતીસને પીટીઆઈને જણાવ્યું કે કેરળથી કોઈ કોંગ્રેસ નેતા ભાજપમાં સામેલ નહિ થાય.

દાવો ફગાવ્યો

દાવો ફગાવ્યો

જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસના 13 ધારાસભ્ય બાગી થઈ ગાય છે, જેનાથી કુમારસ્વામી સરકાર પર સંકટ બની આવ્યું છે. આ ઉપરાંત જેડીએસના પણ ત્રણ ધારાસભ્ય બાગી થઈ ગયા છે. આ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. અત્યારે આ ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયા છે. જ્યારે બીજી તરફ કુમારસ્વામી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરી રહ્યા છે.

ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસે ખેલ્યો આખરી દાવ, સીએમ બદલવાનો પ્રસ્તાવફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસે ખેલ્યો આખરી દાવ, સીએમ બદલવાનો પ્રસ્તાવ

English summary
george of NDA claimed that congress MLAs and MPs are in touch with bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X