મુંબઇમાં ચાકૂની અણીએ જર્મન યુવતી પર બળાત્કાર

આ જર્મન યુવતી દક્ષિણ મુંબઇમાં બાંદ્રા સ્થિત એક એપાર્ટમેન્ટમાં રેન્ટ પર રહે છે. પીડિત યુવતીએ પોલીસેને આપેલી માહિતી અનુસાર સવારે 4.30 કલાકે એક અજાણ્યો શખ્શ બારીમાંથી તેના મકાનમાં ઘૂસી આવ્યો હતો. આ શખ્શે તેના ચહેરા પર રૂમાલ બાંધ્યો હતો.
યુવતીએ જણાવ્યું કે આ શખ્શે પહેલા તો તેને ડરાવી અને બાદમાં તેની પર ચાકૂની અણીએ બળાત્કાર પણ ગૂજાર્યો. બળાત્કાર ગૂજાર્યા બાદ આ શખ્શે યુવતી પાસેથી હેન્ડીકેમ અને યુરો રોકડ રકમ પણ લૂંટી લીધી હતી.
ઘટના બાદ યુવતીએ પોતાને બાથરૂમમાં પૂરી દીધી હતી, એક કલાક બાદ સુરક્ષિત જણાતા યુવતીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવતીએ કરેલા વર્ણન પ્રમાણે સ્કેચ તૈયાર કરીને તેને શોધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.












Click it and Unblock the Notifications
