For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા બિલ પાસ ન થયુ તો ઝીણા પાસે જતુ રહેશે આસામઃ ભાજપ મંત્રી

બિલના વિરોધ બાદ અસમના ભાજપ મંત્રી હેમંત વિશ્વ શર્માના વર્તમાન નિવેદન પર રાજકારણ વધુ ગરમાઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાગરિકતા બિલ આજે સંસદમાં રજૂ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સંશોધન બિલ અંગે પહેલેથી જ ઘણો હોબાળો થતો રહ્યો છે. વળી, બિલના વિરોધ બાદ અસમના ભાજપ મંત્રી હેમંત વિશ્વ શર્માના વર્તમાન નિવેદન પર રાજકારણ વધુ ગરમાઈ શકે છે. ભાજપના મંત્રીએ કહ્યુ છે કે જો બિલ પાસ ન થયુ તો અસર ઝીણા પાસે જતુ રહેશે.

himanta biswa

તેમણે કહ્યુ કે લોકો ચિંતિત છે કે અમે કોઈ બહારનાને લાવવાની કોશિશ કરી રહ્યા છે તે ખોટુ છે. નાગરિકતા બિલ પાસ ન થવાની સ્થિતિમાં આપણે પોતાને ઝીણાના દર્શન માટે આત્મસમર્પણ કરી રહ્યા છે. આ ઝીણા અને ભારતના વારસા વચ્ચેની લડાઈ છે. આ બિલની ચર્ચા પીએમ મોદીએ પણ સિલચરની રેલીમાં કરી હતી. તેમણે આ વહેંચણીને ભૂલોનું પ્રાયશ્ચિત ગણાવ્યુ હતુ.

નાગરિકતા બિલમાં રહેવાનો સમય ઘટાડીને 6 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી છે. નાગરિકતા બિલમાં અનિવાર્ય રૂપે ત્રણ દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લઘુમતીઓ (કે બિન મુસ્લિમ) અપ્રવાસીઓને ભારતીય નાગરિક બનાવવાનો પ્રસ્તાવ છે. અસમમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. એજીપી પણ બિલના વિરોધમાં છે. વિપક્ષી દળોનું કહેવુ છે કે આ બિલમાં ધાર્મિક ઓળખને પ્રમુખતૈ આપવામાં આવી છે અને આ બિલ બંધારણના આર્ટિકલ 14ની મૂળ ભાવનાથી વિપરિત છે.

આ પણ વાંચોઃ અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુઆ પણ વાંચોઃ અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુ

English summary
get Citizenship Bill or assam goes to jinnahs says himanta biswa sarma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X