સત્સંગના બહાને મિત્રને મળવા જતાં લૂંટાઇ ગઇ આબરૂ
ચંદીગઢ, 25 ડિસેમ્બર: આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જતો જાય છે. લોકો સોશિયલ મીડિયા પર મિત્ર બનાવે છે. વર્ચુઅલ વર્લ્ડના મિત્ર પર તે એટલો બધો વિશ્વાસ કરી બેસે છે. સમજ્યા વિચાર્યા વિના કોઇપણ પગલું ભરતાં પહેલાં વિચારતા નથી. આવો જ એક પંજાબના કતારપરમાં વિશ્વાસઘાતનો કેસ પ્રકાશમાં આવ્યો છે. પોતાના ફેસબુક મિત્ર પર વિશ્વાસ કરવો મોંઘો પડ્યો. તેના મિત્રએ પોતાના મિત્રની સાથે મળીને તેની સાથે ગેંગરેપ ગુજાર્યો અને તેને ખેતરમાં ફેંકીને ત્યાંથી ફરાર થઇ ગયા.
છોકરીની મિત્રતા ફેસબુક પર વિનોદ નામના એક છોકરા સાથે થઇ હતી. મિત્રતા પર એટલો વિશ્વાસ કરી લીધો કે ઘરમાં બધાને જુઠ્ઠું બોલીને તે છોકરાને મળવા માટે જતી રહી. છોકરીએ ઘરમાં બધાને જણાવ્યું હતું કે તે સત્સંગમાં જઇ રહી છે. પરંતુ તે છોકરાને મળવા પહોંચી ગઇ. તેને મિત્રતા નિભાવવી ભારે પડી ગઇ. યુવતીના મિત્ર અને તેના મિત્રએ જ્યૂસમાં નશીલો પદાર્થ ભેળવીને યુવતી સાથે ગેંગરેપ શિકાર બનાવી.

જ્યારે છોકરીને ભાન આવ્યું તો તેને પોતાને ખેતરમાં જોઇ. ખરાબ હાલતમાં છોકરી પોતાના સંબંધીના ઘરે પહોંચી. તેને પોતાની આપવિતી લોકોને જણાવી. પરિવારજનોએ સદર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે વિનોદ તથા તેના મિત્ર વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દિધી છે.












Click it and Unblock the Notifications
