આઝાદી સમારંભથી પાછા આવતી વખતે યુવતી સાથે 5 લોકોએ કર્યો ગેંગરેપ

હરિયાણાના કેથલમાં સ્વાતંત્રતા દિવસના સમારંભ બાદ ઘરે પાછી ફરી રહેલી 16 વર્ષની વિધાર્થીનીનું અપહરણ કરીને 5 લોકોએ તેનો ગેંગરેપ કર્યો. કેથલ પોલીસે કેસ નોંધી લીધો છે. બધા જ આરોપી ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે.

પીડિત વિધાર્થીની 12માં ધોરણમાં ભણી રહી છે. સોમવારે સ્કૂલમાં આઝાદીને લઈને એક સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમારંભ પત્યા બાદ વિધાર્થીની પોતાના ઘરે જઈ રહી હતી. પીડિતાના જણાવ્યા મુજબ જયારે તે ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં કારમાં 5 યુવકોએ તેને ચપ્પુ બતાવીને તેનું અપહરણ કર્યું.

rape

પીડિતાએ જણાવ્યું કે 5માંથી એક યુવક બાઈક પર હતો અને બાકીના 4 કારમાં હતા. વિધાર્થીનીનું અપહરણ કર્યા પછી તેઓ તેને ગામના એક મકાનમાં લઇ ગયા જ્યાં તેનો ગેંગરેપ કરવામાં આવ્યો.

આ મામલામાં ડિએસપી તરુણ કુમારનું કહેવું છે ઘટનાની જાંચ થઇ રહી છે. 5 આરોપી વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ તે આરોપીઓને જલ્દી જ પકડી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X