સપના ચૌધરીના સોન્ગ પર ડાન્સ કરી રહેલી છોકરીની મૌત, હડકંપ મચ્યો
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરી રહેલી એક 12 વર્ષની છોકરી અચાનક બેભાન થઇ ગઈ.
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરી રહેલી એક 12 વર્ષની છોકરી અચાનક બેભાન થઇ ગઈ. કાર્યક્રમના આયોજકો જલ્દી તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોકટરો ઘ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી. છોકરીનું નામ અનીશા શર્મા જણાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં હાજર લોકોનો આરોપ છે કે આયોજકોએ મુખ્ય અતિથિની રાહ જોવામાં બાળકોને ઘણા સમય સુધી ભુખા અને તરસ્યા બેસાડી રાખ્યા હતા, જેને કારણે આ દુર્ઘટના થઇ.

આયોજકો પર આરોપ લાગ્યા
જાણકારી અનુસાર મુંબઈ કાંદિવલીમાં લાલજી પાડા વિસ્તારમાં સ્થાનીય કમલેશ યાદવે એક ડાન્સ પ્રતિયોગિતાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ સાંજે 5 વાગ્યે હતો. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે પ્રતિસ્પર્ધીઓને બપોરે જ બોલાવી લેવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ આવ્યા પછી કાર્યક્રમ શરુ થયો અને અનીશા શર્મા સ્ટેજ પર ડાન્સ કરવા પહોંચી. અનીશાને સ્ટેજ પર ડાન્સ કરતા ફક્ત થોડી સેકન્ડ જ થઇ હતી કે તે ચક્કર ખાઈને સ્ટેજ પર પડી ગઈ.

હાર્ટ એટેકને કારણે મૌત
અનીશાને પડતી જોઈને આયોજકો સ્ટેજ પર પહોંચ્યા અને તેને તરત નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલમાં ડોક્ટરે અનીશાને મૃત જાહેર કરી. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાર્ટ એટેકને કારણે અનીશાની મૌત થઇ. પરંતુ મૌતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકશે. કાર્યક્રમમાં છોકરીની મૌત થવાની ખબરથી હડકંપ મચી ગયો. કાર્યક્રમમાં હાજર લોકોએ બાળકોને ભુખા અને તરસ્યા રાખવાનો આરોપ લગાવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
અનીશા સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસની સાથે સાથે અનીશાને ડાન્સ કરવાનો પણ શોખ હતો. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ કઈ કહી શકાશે.












Click it and Unblock the Notifications
