શરમજનકઃ પીરિયડ્ઝ છે કે નહિ તે જાણવા માટે સ્કૂલમાં છાત્રાઓના કપડા ઉતરાવીને કરાયુ ચેકિંગ
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં સ્કૂલ મેનેજમેન્ટની ખૂબ જ શરમજનક હરકત સામે આવી છે.
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં સ્કૂલ મેનેજમેન્ટની ખૂબ જ શરમજનક હરકત સામે આવી છે. બાથરુમ ગંદુ હોવા પર છાત્રાઓના કપડા ઉતરાવીને ચેકિંગ કરવામાં આવ્યુ. હૉસ્ટેલની છાત્રાએ સ્કૂલ મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યો છે. આરોપ એ પણ છે કે જ્યારે છાત્રાઓના પરિવારજનો સ્કૂલે પહોંચ્યા તો તેમને ધમકી આપીને ભગાડી દેવામાં આવ્યા. માતાપિતાએ સમગ્ર મામલાની ફરિયાદ એસએસપીને કરી છે. એસએસપીએ એસપી ગ્રામ્ય અને સીઓને તપાસના આદેશ આપી દીધા છે. આ તરફ સ્કૂલ મેનેજમેન્ટે બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

બાળકીના પરિવારજનોએ જણાવી સમગ્ર વાત
કિઠૌર ક્ષેત્રના એક ગામમાં રહેતા વ્યક્તિએ 6 સપ્ટેમ્બરે પોતાની દીકરીનુ એડમિશન આ વિસ્તારની એક ખાનગી સ્કૂલમાં કરાવ્યુ હતુ. આ સ્કૂલમાં 12 સપ્ટેમ્બરે તેમણે પોતાની ભાણીનુ પણ એડમિશન કરાવ્યુ હતુ. પરિવારજનોએ એસએસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે 19 સપ્ટેમ્બરે તેમની ભાણીનો ફોન આવ્યો અને તેના બિમાર હોવાની વાત કહી. જ્યારે તે ભાણીને સ્કૂલેથી લઈને ડૉક્ટર પાસે પહોંચ્યા તો બાળકીએ સમગ્ર ઘટના જણાવી.

બાથરૂમમાં પાણી નહોતુ આવતુ તેના કારણે થયુ ગંદુ
બાળકીએ જણાવ્યુ કે તેને પીરિયડ્ઝ ચાલુ હતા. તે જ્યારે બાથરુમમાં ગઈ ત્યારે ખબર પડી કે ત્યાં પાણી નહોતુ આવી રહ્યુ. આના કારણે બાથરુમ ગંદુ થઈ ગયુ હતુ. જ્યારે આ વાત સ્કૂલ ટીચરને ખબર પડી તો તે ગુસ્સે થઈ ગઈ. તેણે છાત્રાઓના કપડા ઉતરાવીને તપાસ કરાવી. આરોપ છે કે જ્યારે પરિવારજનો પોતાના બાળકનુ નામ સ્કૂલમાંથી કપાવવા માટે પહોંચ્યા તો સ્કૂલ મેનેજમેન્ટે તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો. પરિવારજનોને ધમકી આપી. પરિવારજનો પોલિસને સૂચના આપીને બાળકીને સ્કૂલમાંથી ઘરે પાછી લઈ આવ્યા. પીડિત પરિવારે જણાવ્યુ કે સ્કૂલમાં અન્ય લોકો પણ આ હરકતના કારણે પોતાની બાળકીઓને પાછી લેવા આવ્યા હતા.

એસએસપીએ આપ્યા તપાસના આદેશ
આ મામલે સ્કૂલના પ્રિન્સિપલે સફાઈ આપી છે. તેમણે બધા આરોપોને નિરાધાર ગણાવીને કહ્યુ કે જે બાળકી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેને પોલિસની હાજરીમાં નિવેદન કરાવ્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવી હતી. વિરોધીઓ સાથે મળીને આ રીતના ગંદા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલામાં મેરઠના એસએસપી પ્રભાકર ચૌધરીએ કહ્યુ કે આ રીતની ફરિયાદ મળી છે. તપાસ માટે પોલિસ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જે પણ તથ્ય સામે આવશે તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
