આસારામ કેસઃ સગીરાના પુરુષો પ્રત્યે આકર્ષિત થવાની બીમારી

જોધપુર, 18 સપ્ટેમ્બરઃ 16 વર્ષીય સગીરાના યૌન શોષણ મામલે જેલમાં બંધ આસારામની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. આ વચ્ચે આસારામને બચાવવા માટે રામ જેઠમલાણીને કમાન સોંપવામાં આવી છે. જી હા, હવે આસારામને જમાનત માટે દેશના પ્રસિદ્ધ વકીલ રામ જેઠમલાણીએ સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. સોમવારે જોધપુર હાઇકોર્ટમાં રામ જેઠમલાણીએ અંદાજે સવા કલાક સુધી દલીલ કરી. જેઠમલાણીએ એ દલીલો રજૂ કરી જે જિલ્લા અને સંત્ર ન્યાયાલયમા જમાનત યાચિકા પર સુનવણી દરમિયાન બચાવ પક્ષે રજૂ કરી હતી.

asaram-bapu-ram-jethmalani
રામે આસારામને બચાવવા માટે હર સંભવના પ્રયત્નો કર્યા. તેમણે પીડિતાને જ માનસિક રીતે બીમાર ગણાવી. જેઠમલાણીએ કહ્યું કે, સગીરાને લાંબા સમયથી એવી બીમારી છે, જેમાં મહિલા પરુષો પ્રત્યે આકર્ષિત હોય છે. આ પોલીસ માટે તપાસનો વિષય છે. રામ જેઠમલાણી અનુસાર એફઆઇઆર, ક્રાઇમ સીન, સગીરાની ઉમર અને આખો કેસ ફેબ્રિકેટ છે.

નોંધનીય છે કે, સોમવારે જોધપુરની જિલ્લા અદાલતે આસારામ બાપુની ન્યાયિક હરિસાત વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરી દીધી છે. જેના કારણે આસારામ બાપુ હવે 30 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. બીજી તરફ હાઇકોર્ટમાં આસારામની જમાનત અરજી પર 18મી સપ્ટેમ્બર સુનાવણી થશે. અભિયોજન પક્ષના વકીલ પ્રદ્યુમન સિંહએ જણાવ્યું કે બચાવ પક્ષે પોતાની દલીલો સોમવારે પૂરી કરી દીધી. અભિયોજન પક્ષ આગામી સુનાવણી પર પોતાની દલીલો રજૂ કરશે. હાલ આસારામ અને તેમના સેવાદાર શિવાની પણ ન્યાયિક હિરાસત 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. બન્ને હાલ જોધપુરની કેન્દ્રીય જેલમાં બંધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X