For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગર્લફ્રેન્ડ અને મોબાઇલના કારણે થાય છે અકસ્માત'

|
Google Oneindia Gujarati News

raman-singh
નવીદિલ્હી, 11 નવેમ્બરઃછત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહએ દેશના યુવાઓને આડાહાથે લેતા કહ્યું કે, મોટાભાગના અકસ્માત મોબાઇલ ફોન અને ગર્લફ્રેન્ડના ચક્કરમાં થાય છે. રમણ સિંહના આ નિવેદન બાદ મહિલા આયોગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

રમણ સિંહે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, સારી બાઇક, મોબાઇલ અને ગર્લફ્રેન્ડના ચક્કરમાં યુવાઓ જીંદગી ગુમાવી રહ્યાં છે. જો કે, તેઓ થોડીકવારમાં સમજી ગયા કે તેમના આ પ્રકારના નિવેદનથી લોકો ગુસ્સે ભરાઇ શકે છે. તેથી તેમણે તમામ માતા-પિતાઓને અપીલ કરી હતી કે તેઓ તેમના બાળકોને બાઇક આપતાં પહેલાં હેલમેટ જરૂર આપે અને હેલમેટ પહેરવા માટે કહેં.

શનિવારે રાયપુર સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં એક કાર્યક્રમ દરમિયાન રમણ સિંહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે માર્ગ અકસ્માતોમાં 60 ટકા મોત યુવાનોની થાય છે. તેમણે કહ્યું કે, યુવાનો એક હાથમાં મોબાઇલ લઇને વાતો કરતા બાઇક ચલાવે છે, ઘણી વખત છોકરીઓના ચક્કરમાં તેઓ અકસ્માત કરી બેસે છે. તેમણે કહ્યું કે માર્ગ રિપેર કરાવ્યા પછી એવું લાગતું હતું કે અકસ્માત ઘટી જશે, પરંતુ તેવું થયું નહીં.

મહિલા આયોગી આકરી પ્રતિક્રિયા

રમણ સિંહે જે કંઇ પણ કહ્યું તેમાં કોઇ યથાર્થ નથી, પરંતુ આ વાત મહિલા આયોગને સ્વિકાર નથી. એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન મહિલા આયોગના અધ્યક્ષ મમતા શર્માએ રમણ સિંહને કહ્યું કે જો તેમને અકસ્માતો અંગે આટલી ચિંતા છે તે તે છત્તીસગઢમાં ટ્રાફિક નિયમ કડકાઇથી કેમ લાગું નથી કરાવતા. તેમાં છોકરીઓને દોષ આપવાની શું જરૂર છે.

બીજી તરફ છત્તીસગઢના કોંગ્રેસના નેતાઓએ તીખી ટીકા કરતા કહ્યું કે, રાજ્યમાં જ્યારે બાળકોને લાઇસન્સ આપવામાં આવશે તો અકસ્માતો તો થશે જ ને, તેના માટે રમણ સરકાર જવાબાદર છે.

English summary
Chhattisgarh cm Raman Singh has said that mobile phones, bikes and girlfriends are responsible for accidents of youths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X