મંદિરમાં છોકરીઓને જીન્સ અને સ્કર્ટ પહેરીને આવવા પર પાબંદી
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં છોકરીઓના કપડાંને લઈને મંદિરમાં એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. મંદિરે છોકરીઓના ટૂંકા કપડાં પહેરીને આવવા પર બેન લગાવી દીધો છે.
ઉજ્જેનના દિગંબર સમાજના મંદિર ટ્રસ્ટીએ મંદિરમાં હવે જીન્સ અને સ્કર્ટ પહેરીને આવવાવાળી છોકરીઓના પ્રવેશ પર બેન લગાવી દીધો છે. મંદિર પ્રસાશને મંદિરની બહાર બોર્ડ લગાવીને આ ફરમાન જાહેર કરી દીધું છે.

આ ફરમાનમાં 8 વર્ષ કરતા વધારે ઉમરવાળી છોકરીઓ અને મહિલાઓએ ભારતીય પરંપરા મુજબ સાડી કે પછી સલવાર જેવા કપડાં પહેરીને અને માથું ઢાંકીને આવવાનું કહેવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહેન્દર શિરોલીયા રવિવારે છોકરીઓ અને મહિલાઓના ડ્રેસ કોડની માહિતી આપી છે. આમ જોવા જઈએ તો આ આદેશનો વિરોધ પણ શરૂ થઇ ચુક્યો છે.












Click it and Unblock the Notifications
