For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લશ્કરના નિશાના પર હતા ગોવાના બીચ, વિકિલીક્સનો ખુલાસો

|
Google Oneindia Gujarati News

wikileaks
પણજી, 20 એપ્રિલ: વિકિલીક્સનો દાવો છે કે વર્ષ 2008માં ગોવાના બીચ લશ્કર એ તૈયબાના શંકાસ્પદ આતંકવાદી નાસિર રિયાઝૂદ્દીનના નિશાના પર હતા, જેની સામે બેંગલોરમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ અંગે કાર્યવાહી ચાલી રહી છે. વિકિલીક્સે આ દાવો એક અમેરિકન રાજનૈતિકના હવાલાથી કર્યો છે.

ફેબ્રુઆરી 2008ના રાજનૈતિક સંદેશમાં ડેવિડ ટી. હોપરને ટાંકીને કહેવામાં આવ્યું, જે એ સમયે ચેન્નાઇમાં અમેરિકન વાણિજ્ય દૂત હતા. હોપરે પોલીસ અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે જેને રિયાઝૂદ્દીને કર્ણાટકમાં પોતાની ગિરફ્તારી પહેલા હુમલા માટે ઇશારો કર્યો હતો.

હોપરના જણાવ્યા અનુસાર, રિયાઝૂદ્દીને પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેણે સીમીના સભ્યો સાથે મળીને દેશભરમાં વિસ્ફોટ કરવા માટે ઘણા સ્થળોને ધ્યાનમાં રાખ્યા હતા. તેમાંથી એક ગોવાના સમુદ્રી તટીય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે, જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે. મુંબઇમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ગોવામાં પણ હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું હતું. અત્રેના બીચ વર્ષે 26 લાખ પ્રવાસીઓને આકર્ષીત કરે છે, જેમાંથી અડધા વિદેશી હોય છે.

જોકે ગોવા સરકારે શંકાસ્પદ આતંકવાદી હુમલાને લઇને કોઇ ગુપ્ત માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. રાજનૈતિક સંદેશ અનુસાર રિયાઝૂદ્દીનના નિશાના પર આંધ્ર પ્રદેશનું પોલીસ હેડક્વાર્ટર, બેંગલોર તથા મેંગલોરમાં ઇન્ફોસિસનું પ્રાંગણ પણ હતું. સંદેશમાં કર્ણાટકના એડિજી શંકર બિદારી, કર્ણાટકના દાવણગેરે જિલ્લાના પોલીસ અધિક્ષક રવેન્દ્ર પ્રસાદ તથા રાજ્યની ગૃહ સચિવ વત્સલા વત્સને પણ ટાંકવામાં આવ્યા છે. હોપરને જણાવ્યું છે કે કર્ણાટકની પોલીસે અમેરિકન અધિકારીઓની સાથે ગુપ્ત સૂચના આપી હતી.

સંદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં મૌલવી રિયાઝૂદ્દીનના પિતા મોહમ્મદ નસીરૂદ્દીનની વર્ષ 2004માં ગુજરાત પોલીસે રાજ્યના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના કાવતરામાં સામેલ હોવાની શંકામાં ધરપકડ કરી હતી. સંદેશ અનુસાર ભારતીય પોલીસને લાગે છે કે નસીરૂદ્દીનનો સંબંધ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે છે.

English summary
Goa's beaches were in the cross hairs of suspected Lashkar-e-Toiba terror suspect Nasir Raizuddin, being tried for the 2008 Bangalore serial blasts, WikiLeaks has claimed citing a recently declassified US diplomatic cable.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X