For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં 'બિકિની બીચ' મુદ્દે રાજકીય ખીચડી પકવવાનું શરૂ

|
Google Oneindia Gujarati News

પણજી, 16 ઓગસ્ટ : ગોવાની ભાજપ સરકારના સાથી પક્ષ મહારાષ્ટ્રવાદી ગોમંકર પાર્ટીના એક ધારાસભ્યએ ગોવામાં 'પ્રવેશ ફી વાળા ખાસ દરિયાકાંઠા'ની ભલામણ કરી છે, જ્યાં મહિલાઓને બિકીનિ પહેરવાની છૂટ હોય. આ મુદ્દે હવે રાજકીય ખીચડી પકવવાનું શરૂ થઇ ગયું છે.

આ મુદ્દે ગોવા કોંગ્રેસે આજે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો છે કે મહિલાઓના બિકીની પહેરવા પર પ્રતિબંધ મૂકવો એ સરકારનું કાવતરું છે. કારણ કે સરકાર દરિયાકાંઠાનું ખાનગીકરણ કરવા માંગે છે.

bikini-beach-goa

કોંગ્રેસ પ્રવક્તા દુર્ગાદાસ કામતે આજે પત્રકારોને સંબોધતા કહ્યું કે આવા નિવેદનો કરી તેઓ મહિલાઓની સ્વતંત્રતા ખોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહત્વનું છે કે મહારાષ્ટ્રવાદી ગોમંકર પાર્ટીના ધારાસભ્ય લાવુ મામલેદરે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે ગોવામાં એકથી બે હજારની ફી લઈને ખાસ 'બિકિની બીચ' બનાવવો જોઈએ. જેનાથી રાજ્ય સરકારની આવક પણ થશે અને રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન પણ મળશે.

આ મુદ્દે કોંગ્રેસના નેતા કામતે કહ્યું કે રાજ્ય સરકાર ગોવાના બીચોનું ખાનગીકરણ કરવા માંગે છે. આ પૂર્વે સુનીલ ધવલીકરે પણ ગોવાના બીચો પર બિકીની પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

English summary
Goa BJP MLA wants special bikini beach, Congress try to fry issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X