For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજપાલની ધરપકડ કરવા પહોંચેલી ગોવા પોલીસ ખાલી હાથે પાછી ફરી

|
Google Oneindia Gujarati News

વી દિલ્હી, 29 નવેમ્બર: તહેલકા બળાત્કાર કાંડના આરોપી તરુણ તેજપાલની ધરપકડ કરવા માટે વોરંટ લઇને તેમના ઘરે પહોંચેલી ગોવા પોલીસ ધોયેલા મોઢે પાછી ફરી છે. આજે સવારે 6 વાગ્યે ગોવા પોલીસ દિલ્હી ખાતે તેજપાલને ઘરે તેની ધરપકડ કરવા આવી પહોંચી હતી. તેમની પાસે તેજપાલ વિરુધ્ધ બિનજમાનતી વોરંટ હતું.

આ દરમિયાન તેમના પરિવારના સભ્યો તો ઘરે હાજર હતા પરંતુ તેજપાલ ત્યાં ન્હોતા. પોલીસે ઘરની તલાસી લીધી અને પરિવારના સભ્યો સાથે કેટલીક પૂછપરછ પણ કરી પરંતુ તેજપાલની પત્નીએ કોઇપણ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સાત સભ્યોવાળી ગોવા પોલીસની સાથે દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમ પણ હતી.

ગોવા પોલીસે તેજપાલના પરિવારજનોને તેમના સંબંધીઓ અને તેજપાલના ઘનિષ્ઠ મિત્રો અંગે જાણકારી લઇને કોઇ અન્ય ઠેકાણા પર તેજપાલની ધરપકડ કરવા માટે નીકળી ગઇ. ગોવા પોલીસ તેજપાલને આજે દરેક હાલમાં ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે.

tarun tejpal
તેજપાલના વકીલે મોકલ્યો ફેક્સ
આ પહેલા તેજપાલના વકીલે ગોવા પોલીસને ફેક્સ મોકલીને જાણકારી આપી હતી કે તેજપાલ શુક્રવારે ગોવા પોલીસની સમક્ષ હાજર થશે. ગઇકાલે ગોવાની કોર્ટે તેજપાલની વિરુધ્ધ બિન જમાનતી વોરંટ જારી કરી દીધું હતું. જેને લઇને આજે ગોવા પોલીસ દિલ્હી પહોંચી છે.

ગોવા પોલીસે તેજપાલને સમય આપ્યો નહીં
ગોવા પોલીસે તેજપાલને હાજર થવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. પરંતુ આ ડેડલાઇનથી લગભગ બે કલાક પહેલા માહિતી આવી કે તેજપાલે ગોવા પોલીસને ફેક્સ મોકલીને શનિવાર સુધીનો સમય માગ્યો છે. જોકે ગોવા પોલીસે તેજપાલને આ સમય આપવાનો ઇનકાર કરી દીધો હતો.

English summary
A Goa police team today raided Tehelka Editor Tarun Tejpal's house here in a bid to arrest him but returned empty handed after finding that he was not there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X