તરૂણ તેજપાલ વિરૂદ્ધ આજે ચાર્જશીટ દાખલ કરાશે
ગોવા, 17 ફેબ્રુઆરી: તહેલકાના એડિટર તરૂણ તેજપાલ વિરૂદ્ધ ગોવા પોલીસ સોમવારે ચાર્જશીટ દાખલ કરશે. તહેલકાના કર્મચારી સાથે બળાત્કારના આરોપમાં તરૂણ તેજપાલ હાલ ગોવાની જેલમાં બંધ છે. ક્રાઇમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ લગભગ પુરી થઇ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તહેલકાની મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ગોવામાં એક ઇવેન્ટ દરમિયાન એક ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટની અંદર તેમણે તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. સ્થાનિક કોર્ટ દ્વારા આગોતરા જામીન નકારી કાઢવામાં આવ્યા બાદ તરૂણ તેજપાલની ગોવા પોલીસને 30 નવેમ્બર સુધી ધરપકડ કરી હતી.

જો કે હાલમાં તરૂણ તેજપાલ કસ્ટડીમાં છે. આ કેસ સંબંધમાં તપાસ અધિકારીએ હજુ સિધી ઘણા લોકોના નિવેદન લીધા છે. જેમાં તહેલકાની મેનેજિંગ એડિટર શોમા ચૌધરી અને તેજપાલની પુત્રીનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
