પોલિસે કહ્યું રાધે માં હાજર હો!, 14 ઓગસ્ટ થશે પૂછપરછ
વિવાદોના કારણે સમાચારમાં આવેલી ગોડમધર રાધે માંની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધે તો નવાઇ નહીં. કારણ કે મુંબઇમાં એક મહિલા દ્વારા દહેજ ઉત્પીડનની બોરીવલી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા મુંબઇ પોલિસે રાધે માંને હવે આ મામલે સમન મોકલાવ્યો છે. અને શુક્રવારે એટલે કે 14 ઓગસ્ટે રાધે માંની પોલિસ આ મામલે પૂછપરછ પણ કરશે.

નોંધનીય છે કે રાધે માં પર ખાલી દહેજ ઉત્પીડનનો જ મામલો નથી તેમની પર ભોપાલમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તે અશ્લીતા ફેલાવે છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. વળી ગુજરાતમાં પણ કુલ 6 લોકોને આત્મહત્યા કરવા માટે ઉકસાવવા માટે પણ તેમની પર આરોપ લગાવવામાં આવ્યો છે.
જો કે શનિવારે તેમના પર લાગેલા આરોપ બાદ જ્યારે પહેલી વાર રાધે માં મીડિયા સામે આવી તો પોતાને નિર્દોષ કહેતા તેમણે કહ્યું હતું કે તેમનો ન્યાય ભગવાન કરશે. અને તેમણે બધુ ભગવાનના હાથમાં છોડી દીધું છે. વધુમાં તે આ સવાલો અને આરોપો સાંભળીને કેમેરા સામે રડી પણ પડ્યા હતા.
વળી જ્યારે પત્રકારો આ મામલે વધુ સવાલો પૂછવા લાગ્યા ત્યારે અચાનક જ રડતા રડતા રાધે માં મુર્છિત પણ થઇ ગયા જે બાદ તેમના ભક્તોએ મીડિયો વાળા પર આક્રોશ નીકાળતા કહ્યું કે મીડિયા જાણીજોઇને રાધે માંનો દુષ્પ્રચાર કરી રહી છે.












Click it and Unblock the Notifications
